Visavadarની જનતાનો જનાદેશ અમે સ્વીકાર્યો, જવાહર ચાવડા પાર્ટીથી નારાજ હતા-ભૂપત ભાયાણી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વિસાવદરમાં ભાજપ ઉમેદવારનો પરાજય થયો છે. વિસાવદર બેઠક પર ભાજપની હાર બાદ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે જનતાનો જનાદેશ અમે સ્વીકાર્યે છે. સરકારે કરેલી કામગીરીનો જશ લેવામાં કાર્યકરો ઊણા ઉતર્યા છે.છાતી કાઢીને જનતાની વચ્ચે કાર્યકરો જઈ નથી શક્યા. ભેંસાણમાં મત ઓછા મળ્યા તને લઈને પણ જનાદેશ સ્વીકાર્યો છે. ભેંસાણના વિકાસ માટે અમે હંમેશા તૈયાર છીએ. આમ આદમી પાર્ટીની રેલીમાં જવાહર ચાવડાના નારા લગાવ્યા બાબતે લઈને નિવેદન આપ્યું કે જવાહર ચાવડા ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. તેમણે ચૂંટણીના પરિણામોને જરૂર પ્રભાવિત કર્યા હોય શકે છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત

ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. 19 જૂનના રોજ બંને બેઠક પર પેટાચૂંટણીમાં લોકોએ ઉત્સાહતપૂર્વક મતદાન કર્યું હતું. અને આજે 23 જૂનના રોજ પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા. કડીમાં ભાજપને જીત મળી જ્યારે વિસાવદરમાં ફરી ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો. વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આપ પાર્ટીએ બાજીમારી છે.

આ જીત સમગ્ર ગુજરાતની જીત

પેટાચૂંટણીમાં વિસાવદરમાં AAP નેતા ગોપાલઇટાલિયાની જીત થઈ છે. AAPના ગોપાલ ઇટાલીયાએ 17581 મતથી જીત મળતા પાર્ટીમાં પ્રાણ ફૂંકાયા જેવી સ્થિતિ થઈ. ગોપાલ ઇટાલિયાની જીતને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતરવસાવાએ કહ્યું કે વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર. આ જીત સમગ્ર ગુજરાતની જીત છે. અમને આનંદ છે કે વિસાવદરના લોકોએ કાલ્પનિક અને સપનાઓમાં રાચવાના બદલે વાસ્તવિકતાને લક્ષમાં રાખી મતદાન કર્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *