Visavadar: ગૌચરની જમીન ખુલ્લી કરાવવા બાબતે માલધારીઓ ઉપવાસ પર ઉતર્યા, દબાણો દૂર કરવાની કરી માગ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વિસાવદર તાલુકાના કાલસરી ગામના માલધારીઓ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા બાબતને લઈને ઉપવાસ પર બેઠા છે. ગૌચરની જમીનમાં થયેલા દબાણને દૂર કરવાની માગ સાથે છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. વિસાવદર તાલુકાના કાલસરી ગામની હજારો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી થઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ તંત્ર દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી પણ કોઈ કામગીરી કરી નહીં

મોટાભાગની ગૌચરની જમીનમાં આંબાના બગીચા અન્ય ખેતી પાકોનું વાવેતર થઈ રહ્યું છે, આવી સ્થિતિના કારણે માલધારીઓને પોતાના પશુઓ માટે ચરિયાણનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. જ્યારે જ્યારે માલધારી આંદોલન કરે ત્યારે તંત્ર દ્વારા લેખિતમાં પણ ખાતરી આપવામાં આવી છે, પરંતુ ગૌચરની જમીન પૂરી કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. માલધારી દ્વારા માગણી કરવામાં આવી છે કે જે જમીનની માપણી થઈ છે, ત્યાં હદ નિશાન મારવામાં આવ્યા જ હતા, તે હદ નિશાન પણ અમુક દબાણ કરતાં દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે.

માલધારીઓએ મામલતદાર કચેરી બહાર ઉપવાસ શરૂ કર્યા

અમુક હદ નિશાન ફેરવી નાખ્યા છે, આ અંગે રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માલધારી દબાણ કરતાં સામે લેન્ડ ગ્રેબિંગની અરજી આપી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યારે છેલ્લા ઘણા સમયથી માગણી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા માલધારીઓ આંદોલન પર ઉતર્યા છે અને મામલતદાર કચેરી બહાર ઉપવાસી છાવણી નાખી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ જમીન અંગે કોઈ નિર્ણય લઈને માગણી સંતોષવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. એક તરફથી સરકાર ગૌચરની અને સરકારી જમીન ખુલ્લી કરવા સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ વિસાવદરનું તંત્ર સરકારી આદેશ સામે પણ કોઈ કાર્યવાહી કરવાની તસ્દી લેતું નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *