Visnagar: 100 કિલો બટાકા જપ્ત કરી નાશ કરાયો અને 2 હજાર દંડ કરાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વિસનગર નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,જેમાં વિસનગર અખાદ્ય પદાર્થો(પકોડીની લારીઓ તેમજ પકોડી બનાવનાર એકમો)ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બટાકાનો જથ્થો પકડીને નાશ કરવામાં આવ્યો છે.અને પકોડીવાળા એકમોને બે હજાર દંડ વસૂલ કરી હવે, ફરીવાર પકડાશે તો પકોડીની લારીઓ અને એકમો બંધ કરવામાં આવશે.વિસનગર નગરપાલિકાના સ્વચ્છતા વિભાગે વિસનગર શહેરમાં આવેલી કમાણા રોડ ઉપર સેવાદળ કાર્યાલય પાસે,શ્રીનાથનગર સોસાયટી,ઉમેદપુરી સોસાયટી,ગોમતીનગર સોસાયટીમાં અચાનક ચેકિંગ હાથધરી પકોડી બનાવતા એકમો ચેક કર્યા હતા.જેમાં 100 કિલો સડેલા બટાકા (અખાદ્ય વસ્તુઓ) પકડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ હવે,ફરીવાર ચેકિંગ કરતા પકડાશે તો પકોડીના એકમો તેમજ લારીઓ જપ્ત કરવામાં આવશે.તેમજ પકોડી વાળા એકમો વાળા પાસે 2 હજાર દંડ (વહીવટી ચાર્જ) વસૂલ કરવામાં આવ્યો હતો.તેમજ આ ઝુંબેશ કાયમી ચાલુ રહેશે તેવું સંદીપ પટેલે જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *