કમલેશ પંડ્યા (જુનાગઢ)
- જૂનાગઢમાં આજે પણ ભારે વરસાદથી પાણીની આવક
- જુનાગઢના ત્રણ ત્રણ ડેમ થયા ઓવરફલો
- વંથલીનો ઓઝત વિયર ઓવરફ્લો થયો
જૂનાગઢ જિલ્લામાં આજે ભારે વરસાદથી ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે, જેમાં વંથલીનો ઓઝત વિયર ઓવરફ્લો થતા તેના 12 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેનો આહલાદક નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ સીઝનમા પહેલી વખત ડેમ છલકાયો છે.
જ્યારે જૂનાગઢ નજીક આવેલ કેરાલા ગામ પાસેનો ઉબેણ વિયર કેરાલા ડેમ ઓવરફ્લો થતા તેના હેઠવાસના કેરાલા, મજેવડી, તળિયાધર, વધાવી, વાલા સીમડી, વાનદીયા, બાલોટ, ધંધુસર, વંથલી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
જુઓ વિડીયો:
