હિંમતનગરમાં જન્માષ્ટમી પર ક્રિકેટરોએ કર્યા ‘હરે કૃષ્ણ’ના જાપ:સાબરકાંઠા લાયન્સ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ સાથે ભક્તિનો સંગમ

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગરમાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે ક્રિકેટની રમત સાથે ભક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. હિંમતનગરની સાબરકાંઠા લાયન્સ ક્રિકેટ એકેડમી, ધ ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબ ખાતે જન્માષ્ટમીની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્રિકેટ કોચ રિપલ જોષી દ્વારા તમામ ક્રિકેટ ખેલાડીઓને ‘હરે કૃષ્ણ, હરે રામ’ના જાપ કરાવવામાં આવ્યા હતા. ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓએ રમત સાથે ભક્તિભાવથી શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં આધ્યાત્મિક જ્ઞાન વધે, તેઓ ભક્તિ સાથે જોડાય અને જીવનમાં સારા સંસ્કારોનો વિકાસ થાય તે હતો. ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ દરમિયાન બાળકોના ચહેરા પર ભક્તિનો આનંદ અને શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ દેખાતી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *