અમરેલીમાં ઉર્જામંત્રી વેકરિયા દીકરી સાથે મેળામાં મહાલ્યાં:ટિકિટ ખરીદીને રાઈડ્સની મોજ માણી, લાઈનમાં ઊભા રહીને જાતે ટિકિટ ખરીદી

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી શહેરમાં જન્માષ્ટમીના લોકમેળામાં રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દીકરી સાથે પહોંચ્યા હતા. તેમણે સામાન્ય નાગરિકની જેમ મેળાની ટિકિટ ખરીદી અને વિવિધ રાઈડ્સની મજા માણી હતી. ગુજરાતમાં કોઈ લોકપ્રતિનિધિ કે મંત્રી દ્વારા મેળામાં જાતે ટિકિટ ખરીદવાનો આ પહેલો કિસ્સો છે. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અલગ-અલગ રાઈડ્સ માટે જાતે ટિકિટ ખરીદી હતી. તેઓ અન્ય નાગરિકોની સાથે લાઈનમાં ઉભા રહ્યા અને રાઈડ્સની મજા માણી હતી. મંત્રીને આ રીતે સામાન્ય લોકોની વચ્ચે મેળાની મજા માણતા જોઈને ઉપસ્થિત લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે, લોકપ્રતિનિધિઓ કે મોટા નેતાઓ મેળામાં રાઈડ્સમાં બેસવા જાય ત્યારે તેમની પાસેથી ટિકિટ લેવામાં આવતી નથી. જોકે, કૌશિક વેકરિયાએ જાતે ટિકિટ ખરીદીને અને નાગરિકોની સાથે લાઈનમાં પ્રવેશ કરીને એક સામાન્ય નાગરિક તરીકે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ સામાન્ય નાગરિકની જેમ મેળાની મુલાકાત લીધી અને લોકો સાથે સમય પણ વિતાવ્યો. જન્માષ્ટમીના લોકમેળામાં મંત્રીનો આ અંદાજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના અન્ય લોકપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને મંત્રીઓ માટે પ્રેરણાદાયક છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *