બોટાદમાં માતૃભાષા અભિયાન અને Young Giants દ્વારા પુસ્તક પરબ:વાચન સંસ્કૃતિને વેગ આપવા દર મહિને મળશે મનપસંદ બે પુસ્તકો વિનામૂલ્યે.

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

બોટાદમાં વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘માતૃભાષા અભિયાન’ અને ‘Young Giants Botad’ ના સહયોગથી ‘પુસ્તક પરબ બોટાદ’નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ હેઠળ દર મહિનાના પહેલા રવિવારે વાંચનપ્રેમીઓને તેમની પસંદગીના બે પુસ્તકો વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવશે.આ ઉપરાંત, વાંચનનો વ્યાપ વધારવા માટે સારા સાહિત્યના પુસ્તકોનું દાન પણ સ્વીકારવામાં આવશે. આ પુસ્તક પરબ 6 સપ્ટેમ્બર, 2026 (રવિવાર) ના રોજ સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી યોજાશે. તેનું સ્થળ બોટાદમાં પંડિત દીનદયાળ ચોક પાસે આવેલી તાલુકા શાળા નંબર 1 છે.બોટાદ શહેર અને આસપાસના તમામ પુસ્તકપ્રેમી નાગરિકો તેમજ સાહિત્યરસિકોને આ પુસ્તક પરબનો લાભ લેવા અને વાંચન યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *