સુશીયા ગામમાં 22 જુગારી 3.41 લાખ સાથે પકડાયા:દસાડા પોલીસે ગંજીપાના વડે રમાતો જુગાર ઝડપી 18 મોબાઈલ, 4 બાઈક જપ્ત કર્યા

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

દસાડા પોલીસે સુશીયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા 22 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ 3,41,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઈ. ખડીયા અને તેમની ટીમના એ.એસ.આઈ. માલાભાઈ કલોત્રા, ભરતસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સુશીયા ગામની સીમમાં પાટીના માર્ગે આવેલી કેનાલ પાસે મોતીભાઈ કાનાભાઈ સનોરાના કબજાવાળા મકાનની બહાર ખુલ્લા ફળિયામાં કેટલાક લોકો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 22 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મોતીભાઈ દાનુભાઈ સનુરા, અમરશીભાઈ કાનાભાઈ સનીયારા, લક્ષ્મણભાઈ મઘાભાઈ પરમાર, વિષ્ણુભાઈ દાનુભાઈ સનુરા, રાજુભાઈ વિરાભાઈ સનુરા, ધર્મેન્દ્રસિંહ ફુલસિંહ ઝાલા, દશરથભાઈ ઉર્ફે પબો દાનાભાઈ સનુરા, રમેશજી કનુજી વિરસુડીયા, રામસંગ ચતરસંગ સોલંકી, તેજાભાઈ લાલાભાઈ લેંચીયા, મેહુલભાઈ રસીકભાઈ સોલગામા, ચમનભાઈ વશરામભાઈ રામી, લાલાભાઈ બાબુભાઈ સનુરા, ભાવશંગભાઈ બાબુજી સોસેટીયા, પ્રકાશભાઈ તખાભાઈ સોસેટીયા, નટુભાઈ પ્રહલાદભાઈ સોસેટીયા, સુરજકુમાર જશુજી વાઘેલા, કુલદિપસિંહ પ્રવિણસિંહ વાઘેલા, ચુંડાભાઈ બાબુભાઈ ઠાકોર, રાહુલભાઈ જેરામભાઈ સોસેટીયા, કેતનકુમાર સુરેશભાઈ ઠાકોર અને રાજુભાઈ સુખાભાઈ સોસેટીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,41,000 રૂપિયા રોકડા, 18 મોબાઈલ ફોન (કિંમત 1,20,000 રૂપિયા) અને 4 મોટરસાયકલ (કિંમત 80,000 રૂપિયા) જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુલ 3,41,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *