Vadodara: PM મોદી Gen Z સાથે ખાસ સંવાદ કરશે, Y-રેમ્પ અને QR કોડ એન્ટ્રીથી રચાશે ઇતિહાસ

📅 Published: September 5, 2026 | 📂 Category: Baroda

સંસ્કારી નગરી વડોદરા ખાતે 8 સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અત્યંત નવીન અને યુવા-કેન્દ્રીત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર યુવા પેઢી સાથે જોડાયા બાદ, પીએમ મોદી પ્રથમવાર જમીન પર ‘Gen Z’ ના 35 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને યુવાનો સાથે સીધો સંવાદ સાધશે.

વડોદરામાં પીએમ મોદીનો ‘Gen Z’ સાથે ઐતિહાસિક સંવાદ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા એમ. એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદી રેલવે વિભાગ અને અન્ય 19 થી વધુ સરકારી વિભાગોના મળી કુલ રૂ. 35,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

પીએમ મોદીના કાર્યક્રમમાં પ્રથમવાર BookMyShow અને QR કોડથી મળશે પ્રવેશ

આ કાર્યક્રમમાં ટેકનોલોજી અને નવીનતાનો અનોખો સંગમ જોવા મળશે. પીએમ મોદીના કોઈ કાર્યક્રમમાં પ્રવેશ માટે પ્રથમવાર ડિજિટલ પ્લેટફોર્મ ‘BookMyShow’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ અને યુવાનોએ પૂર્વ-નોંધણી કરાવીને ડિજિટલ QR કોડ મેળવવાનો રહેશે, જેના સ્કેનિંગ બાદ જ સભા મંડપમાં પ્રવેશ મળશે.

Y-આકારના રેમ્પ પરથી પીએમ યુવાનોને મળશે!

વરસાદની શક્યતાને ધ્યાને રાખીને 1 કિલોમીટર લાંબો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાઈ રહ્યો છે. યુવાનોની વચ્ચે જઈને સંવાદ કરી શકાય તે માટે સ્ટેજથી મંડપ વચ્ચે ખાસ Y-આકારનો રેમ્પ બનાવાયો છે. લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા કરોડો લોકો સુધી પહોંચનારા આ કાર્યક્રમમાં પેવેલિયનની કુલ ક્ષમતામાંથી 60 ટકા બેઠકો યુવાનો માટે અનામત રખાઈ છે.VMC કમિશનર અરુણ મહેશ બાબુ (IAS) ની આગેવાની હેઠળ 6 સપ્ટેમ્બરે સાયક્લોથોન અને 7 સપ્ટેમ્બરે MSU થી સુરસાગર સુધી પદયાત્રા યોજાશે. 7 સપ્ટેમ્બરની સાંજે સુરસાગર ખાતે પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરનો મ્યુઝિકલ શો યોજાશે. વડોદરા એરપોર્ટથી લાઈવ રૂટ અને MSU પરિસરમાં બૉમ્બ સ્ક્વોડ, ડૉગ સ્ક્વોડ અને સ્પેશિયલ સિક્યોરિટી ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: AMC એ અખાદ્ય ખોરાક બનાવતા 3 એકમો સીલ કર્યા, 2666 કિલો જથ્થો સીઝ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *