Surat: અડાજણ-રાંદેરની સૌથી મોટી 40 ફૂટની મટકી પર ગોવિંદાઓની રમઝટ, નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો

📅 Published: September 5, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના રાંદેર-અડાજણ વિસ્તારમાં આવેલા મોરા ભાગળ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને નોમ નિમિત્તે દહીંહાંડી ઉત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તાપી નમસ્તુંભ્યમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં અડાજણ-રાંદેર વિસ્તારની સૌથી મોટી ૪૦ ફૂટ ઊંચી મુખ્ય મટકી બાંધવામાં આવી હતી.

મોરા ભાગળમાં 40 ફૂટ ઊંચી દહીંહાંડી ફોડાઈ

દહીંહાંડી ફોડવા માટે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી વિવિધ ગોવિંદા મંડળો એકત્રિત થયા હતા. માનવ મહેરામણની હાજરી વચ્ચે ગોવિંદાઓએ એકપછી એક માનવ પિરામિડ બનાવીને 40 ફૂટ ઊંચાઈએ બાંધેલી મટકી સુધી પહોંચવા માટે અદ્ભુત અને રોમાંચક કરતબો રજૂ કર્યા હતા, જેને જોઈને ઉપસ્થિત જનમેદની રોમાંચિત થઈ ઉઠી હતી.આ ભવ્ય આયોજનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સુરતની આ પરંપરાગત ઉજવણીના વખાણ કર્યા હતા.

નાયબ સીએમ હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

આ વખતે દહીંહાંડી મહોત્સવમાં મહિલા મંડળની વિશેષ ભાગીદારી જોવા મળી હતી. મહિલા ગોવિંદાઓએ સાહસિક રીતે મટકી ફોડ ઉત્સવને વધાવ્યો હતો.મટકી ફોડ પહેલા અને પછી મહિલા ગોવિંદાઓ તથા ખેલૈયાઓએ ગરબાની ભારે રમઝટ બોલાવી હતી, જેના કારણે નવરાત્રી પૂર્વે જ સુરતમાં નોરતા જેવો માહોલ સર્જાયો હતો. દહીંહાંડી ઉત્સવને માણવા માટે સુરત શહેર અને રાંદેર-અડાજણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે સહભાગી બન્યા હતા.

આ પણ વાંચો: Jamnagar: ટેકો એપ અને સર્વેલન્સ ભથ્થા કાપ સામે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ, કચ્છમાં યોજાશે ધરણાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *