રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે 5 સપ્ટેમ્બરના 7 IAS અધિકારીઓની બદલી અને નિમણૂક કરી છે, જેમાં સંજીવ કુમારને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ (GNFC), ભરૂચના મેનેજિંગ ડિરેક્ટરનો વધારો હોવાનો સાંપવોમાં આવ્યો છે, જ્યારે રાજકુમાર બેનિવાલને સુરતના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સંજીવ કુમાર હાલ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે રાજકુમાર બેનિવાલની બદલી થતાં તેઓ GNFC વધારાની જવાબદારી સંભાળશે. GNFCના મેનેજિંગ ડિરેક્ટર પદેથી બેનીવાલની બદલી
રાજકુમાર બેનિવાલને GNFCના મેનેજિંગ ડિરેક્ટર પદેથી બદલી કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક માટે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગને સોંપવામાં આવી છે. તેઓ સુરતના હાલના મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર પાસેથી વધારાનો હવાલો સંભાળશે. બેનીવાલ અગાઉ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન અને GUDM સાથે પણ મહત્વની જવાબદારીમાં રહ્યા છે. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ તરીકે રાજેશ માંઝુની નિમણૂક
રાજેશ માંઝુની રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિશિયો સેક્રેટરી તરીકેની જવાબદારીમાંથી બદલી કરી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રેવન્યુ વિભાગમાં જેનુ દવેને વધારાનો હવાલો સોંપાયો
જેનુ દેવન ફાઇનાન્સ વિભાગના સેક્રેટરી (એક્સપેન્ડિચર) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિશિયો સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગુજરાત શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીની રેમ્યા મોહનને જવાબદારી સોંપાઈ
રેમ્યા મોહન મુથાદથને મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના એક્સ-ઓફિશિયો મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના એડિશનલ CEO પદેથી બદલી કરીને હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાત, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહેસાણા DDO તરીકે હર્ષિલ આર. મીણાની નિમણૂક
રચિત રાજને ડિરેક્ટર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ પદેથી આશિષ કુમાર, IASનો હવાલો સંભાળશે. જોકે રચિત રાજ ડિરેક્ટર, શેડ્યૂલ્ડ કાસ્ટ્સ વેલફેરનો વધારાનો હવાલો હાલ પૂરતો ચાલુ રાખશે. આ ઉપરાંત હર્ષિલ આર. મીણાને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ પી.બી. રાઠોડ પાસેથી આ પદનો હવાલો સંભાળશે.
ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી-નિમણૂક:સુરતના મ્યુનિ. કમિશનર રાજકુમાર બેનિવાલ બન્યા, સંજીવ કુમારને GNFCના MDનો વધારાનો હવાલો
📅 Published: September 5, 2026 |
📂 Category: gujarati-news
