Gandhinagar: રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનિવાલ બન્યા સુરત મનપા કમિશનર, વાંચો લિસ્ટ

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news
ગુજરાતમાં વહીવટી તંત્રને વધુ સુદ્રઢ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર ખાતેથી રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 7 જેટલા સિનિયર IAS અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો   

રાજકુમાર બેનિવાલની સુરત બદલી

આ બદલીઓમાં સૌથી મહત્ત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકાને લઈને લેવાયો છે. IAS રાજકુમાર બેનિવાલની સુરત મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની નિમણૂકથી સુરતના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય એક મહત્વના ફેરફારમાં IAS રાજેશ માંજુની સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી તરીકે બદલી કરવામાં આવી છે.

તાત્કાલિક નવી જગ્યાઓનો પદભાર સંભાળી લેવા સૂચના

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ આંતરિક ફેરફારો બાદ સંબંધિત તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાઓનો પદભાર સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. આ બદલીઓ અને વધારાના ચાર્જના આદેશોથી વિવિધ સરકારી વિભાગોની કામગીરી વધુ ઝડપી બનશે. 
આ પણ વાંચો  :  Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *