Vadodara: સાયબર માફિયાઓ માટે સેફ હેવન 48 કલાકમાં રૂા.1.13 કરોડની ઓનલાઈન લૂંટ

📅 Published: September 5, 2026 | 📂 Category: Baroda

વડોદરા હવે સાયબર ગઠિયાઓ માટે જાણે ડિજિટલ શિકારગાહ બની રહ્યું હોય તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેર-જિલ્લામાં સાયબર ઠગોની જાળમાંથી કોઈ વર્ગ બાકાત રહ્યો નથી. માત્ર 48 કલાકના ગાળામાં શહેર-જિલ્લા પોલીસના નાક નીચે ગણતરીના કલાકોમાં જ 11 ગુના નોંધાયા છે. જેમાં ગઠિયાઓએ અલગ-અલગ પદ્ધતિથિ નાગરિકોની રૂા.1.13 કરોડની મહેનતની કમાણી ડિજિટલ રસ્તે સેરવી લીધી છે. આ આંકડો માત્ર ઠગાઈનો નથી, પરંતુ સાયબર ગુનેગારો વડોદરાના નાગરિકોને કેટલી વ્યવસ્થિત રીતે નિશાન બનાવી રહ્યાંનો સંકેત છે. સાયબર ગઠિયાઓ પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવીને ખૂલ્લેઆમ લોકોને લૂંટી રહ્યાં છે. લગ્નની કંકોત્રી, ટ્રાફ્કિ ઈ-ચલણ અને બૅંક સપોર્ટના નામે ઘાતક APK ફાઈલો મોકલીને, શેરબજારમાં નકલી સેબી સિક્કા બતાવીને, પાર્ટ ટાઈમ જોબના ટાસ્ક આપીને કે પછી દુબઈના સપ્લાયરનો બનાવટી ઈમેલ બનાવીને ગઠિયાઓએ અધિકારી, નિવૃત્ત વૃદ્ધ કે આંગડિયા પેઢી સહિત તમામ વર્ગના બૅંક ખાતાઓ સાફ્ કરી દીધા હતાં. પ્રજા પરસેવાની કમાણી પળવારમાં ગુમાવીને લાચાર બની છે, જ્યારે પોલીસ માત્ર અરજીઓ સ્વીકારી કે FIRનો કાગળિયા ચોપડો ભરીને સંતોષ માણી રહી છે. ખાખીની આ લાચારી ડિજિટલ લૂંટારુઓ માટે લાઈસન્સ સમાન બની ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *