IND W Vs PAK W: હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે ન મિલાવ્યો હાથ, નો હેન્ડશેક પોલિસી યથાવત

📅 Published: September 5, 2026 | 📂 Category: cricket

વિમેન્સ એશિયા કપ 2026 ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 સપ્ટેમ્બરના રોજ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ખરાબ પ્રદર્શન કર્યું. 

પાકિસ્તાની બેટ્સમેને ભારતીય બોલરો સામે શરણાગતિ સ્વીકારી. ટોસ દરમિયાન ભારતે ફરી એકવાર પાકિસ્તાનને અપમાનિત કર્યું. હરમનએ પાકિસ્તાની કેપ્ટનની અવગણના કરી.

ભારતનું ફરી અપમાન થયું

મેચ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના ટોસ માટે મેદાનમાં આવ્યા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટને હાથ ન મિલાવવાની પરંપરા જાળવી રાખી હતી અને પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હરમનપ્રીતે પાકિસ્તાની કેપ્ટનને સંપૂર્ણપણે અવગણી હતી.

હાથ ન મિલાવવાનો ટ્રેન્ડ 2025 એશિયા કપથી શરૂ થયો 

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે સૌપ્રથમ પાકિસ્તાન સામેની મેચ પહેલા અને પછી હાથ ન મિલાવવાની પ્રથા શરૂ કરી હતી. એશિયા કપ 2025 દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાની ના પાડી હતી. ત્યારબાદ મેચ જીત્યા પછી પણ ભારતીય ટીમે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય કર્યો. વધુમાં એશિયા કપ જીત્યા પછી ભારતે PCB અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય કર્યો.

આ પછી ભારતીય વિમેન્સ ટીમે 2025 ODI વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું, અને બાદમાં પુરુષોની ટીમે પણ 2026 વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું, જે હવે એક પરંપરા બની ગઈ છે. એપ્રિલ 2025માં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ BCCIએ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું.

આ મેચમાં પાકિસ્તાન ખરાબ સ્થિતિમાં

પાકિસ્તાન ટીમ 18.1 ઓવરમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી શ્રી ચરણી અને પ્રેમા રાવતે 3-3 વિકેટ લીધી. આ પાકિસ્તાનનો T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર હત. પાકિસ્તાન માટે શરમજનક રેકોર્ડ બન્યો.

આ પણ વાંચો: Smriti Mandhanaએ મચાવી ધૂમ, 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા અને એશિયા કપમાં રચ્યો ઈતિહાસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *