દીકરીની ઇચ્છા પૂરી કરવા શેખે ખર્ચી નાખ્યા અધધ…રૂપિયા:અબુ ધાબીમાં 1 કિલોના દુર્લભ સફેદ બાજ માટે બોલાઈ ₹4 કરોડની બોલી, વીડિયો વાયરલ

📅 Published: September 6, 2026 | 📂 Category: International

અબુ ધાબીમાં યોજાયેલી ‘ADIHEX 2026’ હરાજીમાં ‘Qarmousha Pure Ultra White’ નામનું દુર્લભ સફેદ બાજ 15 લાખ UAE દિરહામ (લગભગ ₹4 કરોડ)માં વેચાઈને આ વર્ષનું સૌથી મોંઘું બાજ બન્યું છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ, એક પિતાએ પોતાની દીકરીની ઇચ્છા પૂરી કરવા માટે માત્ર મિનિટોમાં આ કરોડો રૂપિયાનો સોદો કરી લીધો હતો. દીકરીની એક ઈચ્છા માટે આટલી મોટી રકમ ખર્ચાતા આ ઘટના હાલ ભારે કૌતુક સર્જી રહી છે. આ ઇવેન્ટના વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. દીકરીની ઇચ્છા અને મિનિટોમાં કરોડોની બોલી રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર કિસ્સો ત્યારે શરૂ થયો જ્યારે દીકરીને હરાજીમાં મૂકાયેલો સફેદ બાજ ખૂબ જ ગમી ગયો. દીકરીની આ ઈચ્છા વિશે ખબર પડતાં જ પિતાએ તેને કોઈપણ ભોગે ખરીદવાનો નિર્ણય કરી લીધો. સામાન્ય રીતે લોકો બાળકોની પસંદગી માટે પોતાની ક્ષમતા મુજબ ખર્ચ કરતા હોય છે, પરંતુ અહીં ખર્ચાયેલી રકમ સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સફેદ બાજ માટે આશરે ₹3.85 કરોડથી ₹4 કરોડ (15 લાખ UAE દિરહામ)ની બોલી લગાવવામાં આવી હતી અને આ આખો સોદો માત્ર કેટલીક જ મિનિટોમાં પૂર્ણ થઈ ગયો હતો. શા માટે આટલું ખાસ અને મોંઘું છે આ સફેદ બાજ? હરાજીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલા આ બાજનું નામ ‘Qarmousha Pure Ultra White’ રાખવામાં આવ્યું છે. બરફ જેવી એકદમ સફેદ પાંખો અને અત્યંત આકર્ષક શારીરિક બનાવટ તેને અન્ય પક્ષીઓથી અલગ પાડે છે. રિપોર્ટ્સ મુજબ, આ બાજનું વજન લગભગ 1,000 ગ્રામ (1 કિલો) છે, જ્યારે તેની લંબાઈ અને પહોળાઈ બંને 16.5 ઈંચ છે. આ દુર્લભ બાજને અમેરિકાના પ્રખ્યાત ‘Mark Moglich Falcon Farm’ સાથે જોડવામાં આવ્યું છે. ખાસ નસલ અને દુર્લભ રંગને કારણે જ આ બાજની કિંમત સામાન્ય પક્ષીઓ કરતાં કરોડો ગણી વધુ છે. અબુ ધાબીમાં ફાલ્કનનું સાંસ્કૃતિક મહત્વ આ ઐતિહાસિક હરાજી 30 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા ADIHEX 2026ના પાંચમા ફાલ્કન ઓક્શનમાં થઈ હતી. 15 લાખ UAE દિરહામ (લગભગ 4.08 લાખ યુએસ ડોલર)માં વેચાયેલું બાજ આ વર્ષની હરાજીનું સૌથી મોંઘું બાજ બન્યું છે. UAEની સાંસ્કૃતિક વિરાસતમાં બાજ પાળવા અને તેમના દ્વારા શિકાર કરવાની પરંપરા સદીઓ જૂની અને અત્યંત મહત્વપૂર્ણ છે. આ જ કારણે ADIHEX પ્રદર્શનમાં વિશ્વભરના બ્રીડર્સ અને ખરીદદારો ભાગ લે છે. આ વર્ષે પ્રદર્શનમાં દેશ-વિદેશના 55 જેટલા પ્રખ્યાત ફાલ્કન બ્રીડિંગ ફાર્મ્સે ભાગ લીધો હતો, જે ગત વર્ષ કરતાં 20 ટકા વધુ છે. આ આયોજનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠ નસલના બાજો અને તેમની બ્લડલાઈનને એક મંચ પર લાવીને ફાલ્કન બ્રીડિંગને પ્રોત્સાહન આપવાનો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *