Wahab Riaz : સિંદરી બળી પણ વળ ન છૂટ્યો, પાકિસ્તાનને હજૂ પણ છે ટ્રોફિ જીતવાના અભરખા

📅 Published: September 6, 2026 | 📂 Category: cricket

વિમેન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાનને ફરી એકવાર ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો.5 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું.પાકિસ્તાનની મહિલા ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ત્યારબાદ ભારતીય ટીમે માત્ર 8.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને એકતરફી જીત મેળવી હતી.ભારત સામેના આ પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમની બેટિંગ પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે આ કારમી હાર પછી પણ પાકિસ્તાનના ટીમ મેન્ટર અને પૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝે પોતાની ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.તેમણે પાકિસ્તાનને એશિયા કપની ટ્રોફી જીતવા માટે ‘સૌથી બેસ્ટ ટીમ’ ગણાવી છે.

ભારત સામે પાકિસ્તાનની બેટિંગ નિષ્ફળ

ભારત સામેની મેચમાં પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી.ભારતીય બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાની બેટર્સ પર દબાણ બનાવ્યું હતું.પરિણામે પાકિસ્તાનની આખી ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી.ભારતીય ટીમે આ નાનકડા લક્ષ્યાંકનો પીછો માત્ર 8.4 ઓવરમાં કરી લીધો હતો.ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી જીત મેળવીને ગ્રુપ સ્ટેજમાં પોતાનું મજબૂત સ્થાન જાળવી રાખ્યું.મેચ બાદ પાકિસ્તાનના ટીમ મેન્ટર વહાબ રિયાઝે પત્રકાર પરિષદમાં ટીમના પ્રદર્શન અંગે વાત કરી હતી.કારમી હાર છતાં તેમણે પાકિસ્તાનને ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમોમાંની એક ગણાવી.

પાકિસ્તાન ટ્રોફી જીતવા માટે સૌથી બેસ્ટ ટીમ’

વહાબ રિયાઝે કહ્યું કે પાકિસ્તાનની ટીમમાં ઘણી ક્ષમતા છે અને ખેલાડીઓએ માત્ર પોતાના પર વિશ્વાસ રાખવાની જરૂર છે.તેમણે ભારત સામે થયેલી ભૂલોનું વિશ્લેષણ કરીને આગામી મેચોમાં તેને ફરી ન દોહરાવવાની વાત કરી.રિયાઝના મતે પાકિસ્તાન માટે હજુ ટૂર્નામેન્ટમાં ઘણી તકો છે.તેમણે કહ્યું કે ટીમ એશિયા કપની ટ્રોફી જીતવા માટે સૌથી બેસ્ટ ટીમ છે અને ટૂર્નામેન્ટની પરિસ્થિતિઓ પણ પાકિસ્તાનની ટીમ માટે અનુકૂળ છે.હવે પાકિસ્તાનની ટીમનો આગામી મુકાબલો હોંગકોંગ સામે થવાનો છે.આ મેચમાં પાકિસ્તાન માટે વાપસી કરવી મહત્વપૂર્ણ રહેશે.

સના મીરના સવાલો પર પણ આપ્યો જવાબ

પૂર્વ પાકિસ્તાની કેપ્ટન સના મીરે પણ T20 વર્લ્ડ કપ 2026 બાદ પાકિસ્તાનની ટીમમાં થયેલા મોટા ફેરફારો અંગે સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને અનુભવી ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવતા તેમણે પસંદગી પ્રક્રિયાની ટીકા કરી હતી.વહાબ રિયાઝે જોકે પસંદગીકારોના નિર્ણયનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે સના મીરની પોતાની અલગ રાય છે અને ટીમ મેનેજમેન્ટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કર્યા છે.રિયાઝના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી રમી રહેલી કેટલીક ખેલાડીઓ મોટા વર્લ્ડ કપ અને એશિયા કપનો ભાગ રહી હતી, પરંતુ તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું ન હોવાથી તેમને બહાર કરવામાં આવી. તેમના મતે નવી ખેલાડીઓને તક આપીને ભવિષ્ય માટે ટીમ તૈયાર કરવાનો આ યોગ્ય સમય હતો.ભારત સામેની કારમી હાર બાદ વહાબ રિયાઝનો આત્મવિશ્વાસ હવે આગામી મેચોમાં પાકિસ્તાનની ટીમના પ્રદર્શનથી સાબિત થશે. હોંગકોંગ સામેની મેચમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો – Duleep Trophy Final: Vaibhav Sooryavanshiનો તરખાટ, મોહમ્મદ સિરાજની એક જ ઓવરમાં ફટકાર્યા અધધ રન!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *