Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

ગાયિકા કિંજલ રબારી પોતાના પતિ નરસિંહભાઈ (મુકેશભાઈ) રબારી તથા પોતાની બહેન જાનકીબેન અને બનેવી સાથે ચાંદખેડા સ્થિત CBD મોલ ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા. આ દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહીને કિંજલ મોલની બહાર ઊભી હતી.

કિંજલ રબારીના કથિત અપહરણ મામલો

કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં મોટી કાર્યવાહી

નરસિંહભાઈના જણાવ્યા મુજબ, એક સફેદ શર્ટ પહેરેલ અજાણ્યા ઈસમે તેમને પકડી રાખ્યા હતા અને તે જ સમયે કિંજલ કાળી ગાડી (વેન્યુ/ક્રેટા) માં બેસીને જતી રહી હતી. આ મામલે નરસિંહભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમો 137/2, 126/2 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિની ફરિયાદ પર BNS હેઠળ ગુનો દાખલ

ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે મોલના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કિંજલ પોતે જ ગાડીમાં બેસતી નજરે પડે છે. પોલીસે ભૂતપૂર્વ પતિ અશોક ચૌધરી સાથેના ચાલી રહેલા સિવિલ કોર્ટના કેસ, અગાઉના આંતરજ્ઞાતીય લગ્ન અને પરિવાર સામે કરેલા આક્ષેપો સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દિશામાં તપાસ લંબાવી છે.

નાગજીભાઈ દેસાઈએ નિવેદન

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ નિવેદન જારી કર્યું છે: સમાજના યુવાનોએ આ ઘટનામાં લાગણીમાં આવ્યા વગર દૂર રહેવું. સામાજિક આગેવાનો અને હોદ્દેદારોએ પણ આ વિવાદથી સંપૂર્ણ અંતર જાળવવું. નાગજીભાઈ દેસાઈએ કડક શબ્દોમાં ટકોર કરતાં કહ્યું હતું કે, “જે લોહીનું ના થાય, એ કોઈનું ના થાય”.

આ પણ વાંચો: Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; ‘મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *