ડભોઇ : ડભોઇ તાલુકાના કનાયડા ગામે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ કમિટી તથા કનાયડા યંગ સર્કલ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલા અને પુરુષો સહિત 200 જેટલા દાતાએ બ્લડનું દાન કર્યું હતું. કેમ્પનું આયોજન સુફી એ મિલ્લત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ કલ્લાશરીફ્ની પ્રેરણાથી અને ખલીફાએ સુફી એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબની દુવાથી મોહમ્મદ પૈગંમ્બર સાહેબના 15001માં જન્મદિન પ્રસંગે ડૉ. કનાયડા ગામે કેમ્પમાં સૈયદ મોઈન અલી બાવા તેમજ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ચિરાગ શેખની ઉપસ્થિતિમાં કનાયડા પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ પુરુષો અને યુવાનો દ્વારા 200 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. કનાયડાના રાજ કાલુભાઈ તથા પઠાણ ઉર્વશભાઈ અને રાજ અનવરભાઈ વગેરે કેમ્પને સફ્ળ બનાવ્યો હતો.
Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
