GEN-Zને આકર્ષવા સાંસદની 'ડાકલા'ની સુરાવલી:મોદીના આગમન પૂર્વે રાત્રિ બજારમાં ભોજન અને ભજન ક્લબિંગનું આયોજન, ભાજપના આગેવાનોએ રમઝટ બોલાવી

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ રૂ. 35 હજાર કરોડથી પણ વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના આગમનને વધાવવા માટે વડોદરા મનપા અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. પાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપ સંગઠન દ્વારા યુવાશક્તિને જોડાવા માટે વિવિધ આકર્ષક અને રચનાત્મક કાર્યક્રમો થઈ રહ્યા છે. ડાકલા ગીત ગાતાની સાથે જ યુવાધનમાં જોમ પુરાયું
કલા અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાતા વડોદરામાં યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમને આયોજન સાથે સાંકળવાના હેતુથી રાત્રિ બજાર ખાતે એક ભોજન અને ભજન ક્લબિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાંસદ ડૉ. હેમાંગ જોષી બન્યા હતા, જેમણે ડાકલાની સુરાવલી છેડીને સમગ્ર વાતાવરણને શક્તિમય કરી દીધું હતું. આ પ્રસંગે ભાજપના શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિતના પ્રદેશ અને સ્થાનિક ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાનનો વિકસિત ભારત 2047 માટે મહત્વપૂર્ણ
વડાપ્રધાનના પ્રવાસને અત્યંત દૂરોગામી અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિકસિત ભારત 2047ના વિશાળ સંકલ્પને સાકાર કરવાની તૈયારીઓના ભાગરૂપે આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વિશેષ વાત એ છે કે આ મહત્વાકાંક્ષી પહેલનો શુભારંભ વડોદરાની પવિત્ર ધરતી પરથી થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં યુવાઓ સૌથી વધુ જોડાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *