જામનગરમાં જાની પરિવારના ઘરે આશુતોષ મહાદેવની પધરામણી:શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક મહોત્સવ યોજાયો, અનેક લોકો જોડાયા

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ન્યુ આરામ કોલોની, શેરી નંબર 3, ઉમિયાજી સ્કૂલ સામેના નિવાસસ્થાને જાની પરિવારે ભગવાન આશુતોષ મહાદેવની પધરામણીનો ધાર્મિક મહોત્સવ યોજ્યો હતો. આ મહોત્સવ સ્વ. મહેશભાઈ અનંતરાય જાની, ભદ્રાબેન મહેશભાઈ જાની અને ભવ્ય મહેશભાઈ જાની સહિત સમગ્ર જાની પરિવાર દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે 9 વાગ્યે ભગવાન આશુતોષ મહાદેવનું પધરામણું થયું. ત્યારબાદ સવારે 9:30 વાગ્યે રુદ્રાભિષેક, સાંજે 5:30 વાગ્યે રુદ્રી પૂજા, રાત્રે 8 વાગ્યે મહાઆરતી અને રાત્રે 9 વાગ્યે ભજન-કીર્તનનું આયોજન કરાયું હતું. મહાદેવની પધરામણીના આ અવસરે જાની પરિવારના સભ્યો ઉપરાંત ભાજપના ઘણા અગ્રણીઓ, આસપાસના વિસ્તારના રહેવાસીઓ અને મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા વડીલો હાજર રહ્યા હતા. હાજર રહેલા ભક્તોએ ભગવાન આશુતોષ મહાદેવના દર્શન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ રહ્યું હતું. મહાઆરતી અને ભજન-કીર્તનમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ ભગવાન મહાદેવની આરાધના કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *