Gold Silver Price Today: સોનું ઓલટાઇમ હાઇથી 40 હજાર સસ્તુ ! ચાંદીમાં પણ ઘટાડો, જાણો આજનો રેટ

📅 Published: September 7, 2026 | 📂 Category: Business

Gold-Silver Prices: જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરેણાંની દુકાનમાં જતા પહેલા નવીનતમ ભાવ તપાસી લો. સોના અને ચાંદીના ભાવમાં વધઘટ સોમવાર, 7 સપ્ટેમ્બર – અઠવાડિયાના પહેલા દિવસે જોવા મળી.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખુલતા જ, સોનાનો ભાવ ₹503 ઘટીને ₹1,52,264 પ્રતિ 10 ગ્રામ થયો, જ્યારે ચાંદી ₹771 ઘટીને ₹2,36,887 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

સોનુ ચાંદી ઓલટાઇમ હાઇથી કેટલુ સસ્તુ ? 

ઓલટાઇમ હાઇથી તુલના કરીએ તો 29 જાન્યુઆરી 2026ના રોજ 4,20,048 પ્રતિ કિલોનો રેકોર્ડ બનાવનારી ચાંદી હાઇ લેવલથી લગભગ 1.83 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઇ ગઇ છે. આ પ્રકારે સોનું પણ 1.93 લાખ પ્રતિ 10 ગ્રામના હાઇ ટાઇમથી 40, 700 રૂપિયા નીચે આવી ગઇ છે.  

આજે ચાંદીનો ભાવ શું છે?

ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં, ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,37,500 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, તે પ્રતિ કિલોગ્રામ ₹2,37,658 પર બંધ થઈ હતી.

દરમિયાન, તાજેતરના રિટેલ બજારના ડેટા અનુસાર, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,50,000 ની આસપાસ છે. ચેન્નાઈ સહિત કેટલાક શહેરોમાં, ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,55,000 ની આસપાસ છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ

શહેર  24 કેરેટ સોનાની કિંમત  22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી  1,54,300  1,41,450
મુંબઈ  1,54,300  1,41,300
કોલકાતા  1,54,50  1,41,300
ચેન્નઈ  1,54,150  1,41,300
અમદાવાદ  1,54,200  1,41,350
રાજકોટ  1,54,200  1,41,350 

સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે. 

આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે… અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *