Satya Niketan Building Collapse: માલિક હરિરામ બંસલ ઝડપાયો, MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ

📅 Published: September 7, 2026 | 📂 Category: India National

દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. MCD કમિશનરના આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ બિલ્ડિંગનો માલિક હરિરામ બંસલ ઝડપાયો છે. રાજસ્થાનના ભિવાડીથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. 

માલિક હરિરામ બંસલ ઝડપાયો 

પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ પૂર્વ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ધરાશાયી થયેલી ઇમારતના માલિક હરિરામ બંસલની ધરપકડ કરી છે. તેમને હરિયાણાના ભીવાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી

.

MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ 

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર, અધિક્ષક ઇજનેર (SE) રણવીર સિંહ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર (EE – બિલ્ડિંગ) લલિત કુમાર ગોયલ, આસિસ્ટન્ટ એન્જિનિયર (AE – બિલ્ડિંગ) સુનિલ ચૌહાણ અને જુનિયર એન્જિનિયર આશિષ કુમારનો સમાવેશ થાય છે.

આદેશમાં જણાવાયું છે કે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહીના પરિણામ સુધી સસ્પેન્શન અમલમાં રહેશે. MCD તકેદારી વિભાગે અલગ સસ્પેન્શન આદેશો જાહેર કર્યા છે. 

આ કાર્યવાહી અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, સત્ય નિકેતન ઘટના અંગે મુખ્યમંત્રીના નિર્દેશો અનુસાર, MCDના ડેપ્યુટી કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અધિક્ષક ઇજનેર, સહાયક ઇજનેર અને જુનિયર ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની જવાબદારી શું હતી?

બાંધકામ વિભાગને બાંધકામનું નિરીક્ષણ કરવાનું અને મકાન નિયમોના ઉલ્લંઘન સામે પગલાં લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો બાંધકામ પરવાનગી વિના અથવા મંજૂર યોજનાઓથી વિચલિત થઈને ચાલી રહ્યું હોય, તો સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે. સહાયક ઇજનેરો (AEs) અને જુનિયર ઇજનેરો (JEs) સામાન્ય રીતે પ્રારંભિક સ્થળ દેખરેખમાં સામેલ હોય છે.

એ જ રીતે, એક્ઝિક્યુટિવ ઇજનેરો (EEs) અને સુપરિન્ટેન્ડિંગ ઇજનેરો (SEs) તેમના સંબંધિત વિસ્તારોમાં દેખરેખ અને અમલીકરણની જવાબદારી નિભાવે છે. ઝોન માટે વહીવટી સ્તરે ડેપ્યુટી કમિશનર જવાબદારી નિભાવે છે.

ખતરનાક બાંધકામો તોડી પાડવામાં આવશે- CM રેખા 

રેખા ગુપ્તાએ કહ્યું, “આ ઇમારત અંગે કાર્યવાહી પહેલાથી જ શરૂ કરવામાં આવી છે, અને માલિક સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વધુમાં આસપાસની અન્ય ખતરનાક ઇમારતોને ઓળખીને તોડી પાડવામાં આવશે. ખાસ કરીને અમે આ ઇમારતની પાછળની ઇમારત ખાલી કરાવી છે, અને તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે.

અકસ્માત બાદ કાર્યવાહી શરૂ કરીને, વહીવટીતંત્રે આસપાસના સમગ્ર વિસ્તારનો સર્વે શરૂ કર્યો છે. અકસ્માત સ્થળની પાછળ આવેલી બીજી જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવા અને તોડી પાડવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે આ વિસ્તારમાં આવી બધી ખતરનાક અને ગેરકાયદેસર ઇમારતોને ઓળખવામાં આવશે અને બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવશે.

આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે… અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *