વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી યુવકે તેનું અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના પરિવારે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તરસાલીમાં રહેતા યુવક અને તેના પિતા સામે ગુનો નોંધ્યો છે અને પિતા પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી દીપ વિશાલભાઈ બર્મન, (રહે. આકૃતિ હાઈટ્સ, તરસાલી બાયપાસ, વડોદરા) સગીરાને પોતાની બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ નેશનલ હાઈવે-48 પર તરસાલી બ્રિજ નજીક આવેલી એક હોટેલમાં તેમજ પોતાના ઘરે લઈ જઈ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપીએ સગીરાને લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી દીપ બર્મન અને તેના પિતા વિશાલભાઈએ સગીરાના પરિવારજનોને ધમકી આપતાં “તમારાથી જે થાય તે કરી લો” ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમો તેમજ POCSO Act હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે સગીરાના નિવેદન સહિતની વિગતોના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ:યુવકના પિતાએ પીડિતાના પરિવારજનોને કહ્યું: 'તમારાથી જે થાય તે કરી લો' યુવક અને તેના પિતા સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, બંનેની ધરપકડ
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
