Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો

📅 Published: September 7, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરોએ દહેશત મચાવી છે. થલતેજ ચાર રસ્તા પર આવેલા મેટ્રો સ્ટેશન નીચે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક માતા પોતાની 12 વર્ષની બાળકી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે એક્ટિવાને સખત ટક્કર મારી હતી.

થલતેજમાં મોતના ડમ્પરે લીધો 12 વર્ષની દીકરીનો જીવ

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ૧૨ વર્ષની માસૂમ બાળકીનું તેની માતાની નજર સામે જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાગવા જઈ રહેલા ડમ્પર ચાલકની અટકાયત કરી ડમ્પર જપ્ત કરી લીધું છે.

માતાની નજર સામે જ બાળકીનું કરુણ મોત

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ જ ડમ્પરે અગાઉ પણ બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો, છતાં રોડ પર દોડતું હતું.ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને અકસ્માતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં દિવસે પણ બેફામ દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કડક ઝુંબેશ ચલાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *