પાકિસ્તાનના ખેલાડીઓ ફરી વિવાદમાં, ગંભીર આરોપમાં આ ખેલાડીઓની થશે તપાસ

📅 Published: September 7, 2026 | 📂 Category: cricket

ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ ફરીથી વિવાદમાં સપડાઈ ગઈ છે. પહેલા ટેસ્ટમાં ટીમને મળેલી કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ખેલાડીઓ સામે શિસ્તભંગ અને ડ્રેસિંગરૂમમાં બનેલી કથિત ઘટનાઓને લઈને ફરિયાદોની આંતરિક તપાસ શરુ કરી દીધી છે. આ અંગે PCBએ 7 સપ્ટેમ્બરે પુષ્ટી પણ કરી દીધી છે. 

આ ખેલાડીઓને બોલાવાયા પરત

હેડીન્ગલે અને લોર્ડ્સ ખાતે રમાયેલી બંને ટેસ્ટમાં પાકિસ્તાની ટીમ હારી ગઈ હતી. આ દરમિયાન PCBએ મોટા પગલા લેતા સાત ખેલાડીઓને પાકિસ્તાન પરત બોલાવી લીધા હતા. જેમાં વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, ઈમામ-ઉલ-હક અને T20 કેપ્ટન સલમાન અલી આગાનું નામ સામેલ છે.        

કથિત શિસ્તભંગના મામલાની આંતરિક તપાસ થશે

PCBના ડાયરેક્ટર આમીર મીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, સ્થાનિક મીડિયામાં આવેલા સમચારોને લઈને ડ્રેસિંગરૂમમાં થયેલી કથિત શિસ્તભંગના મામલાની આંતરિક તપાસ શરુ કરી દેવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ તપાસ સંપૂર્ણપણે PCBના નિયમો અનુસાર કરવામાં આવશે અને બધા ખેલાડીઓને પોતાની વાત રજુ કરવા માટેનો તક આપવામાં આવશે.    

 

ખેલાડીઓ સિવાય ટીમ મેનેજમેન્ટમાં પણ ફેરફા 

આ સિવાય માત્ર ખેલાડીઓ જ નહી પરંતુ ટીમ મેનેજમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમના હેડ કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પણ ઇંગ્લેન્ડથી પરત બોલાવી લેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ માઈક હસન અને એસ્લે નોફકેને જવાબદારી સોપવામાં આવી છે. સમગ્ર મામલાને લઈને બોર્ડે ખોટી અફવાથી લોકોને દુર રહેવાનું જણાવ્યું છે, અને સત્તાવાર જાણકારીની રાહ જોવા કહ્યું છે.       

મોહસીન નકવીના નેતૃત્વ સામે સવાલ 

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકટરો અને ક્રિકેટ એક્સપર્ટ આ વિવાદને લઈને PCBના ચેરમને મોહસીન નકવી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વિદેશી પ્રવાસ દરમિયાન અટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને પરત બોલાવવાનાં વિવાદે પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે સૌની નજર બર્મિંગહામ ખાતે રમનારા ત્રીજા અને અંતિમ ટેસ્ટ પર છે. આ મેચ 9 સપ્ટેમ્બરના રોજ રમાશે. બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ ક્લીન સ્વીપથી બચવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરશે.  

ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *