Ahmedabadના સરખેજમાં 'મુનબીન કાફે'માં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો

📅 Published: September 7, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં આવેલા ‘મુનબીન કાફે’ પર અચાનક રેડ પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કાફેની આડમાં યુવાનોને હુક્કો પીરસવામાં આવતો હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક સ્થળ પરથી હુક્કા તેમજ વિવિધ ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સંચાલકો વિરુદ્ધ કાયદાકીય ગુનો દાખલ 

પોલીસની આ કાર્યવાહી દરમિયાન હુક્કાબાર ચલાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ મુખ્ય આરોપી હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાફેમાંથી મળી આવેલા હુક્કા, હાનિકારક ફ્લેવર્સ અને અન્ય સહાયક સામગ્રીને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

સરખેજ પોલીસ દ્વારા વધુ તપાસ તેજ 

સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુક્કાબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો, તેમાં કયા કયા લોકો આવતા હતા અને ફ્લેવરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં ગેરકાયદે ચાલતા આવા કેફે અને હુક્કાબાર સામે પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *