લાઇક્સ-કોમેન્ટ્સ મેળવવાની લ્હાય બાળકને મુશ્કેલીમાં મૂકી દેશે!:અજાણતા જ ગુનેગારોને મદદ કરી રહ્યા છો, સોશિયલ મીડિયા પર ભૂલથી પણ આ વિગતો શેર ન કરો

📅 Published: September 8, 2026 | 📂 Category: Lifestyle

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા માતા-પિતા પોતાના બાળકોની તસવીરો અને વીડિયો શેર કરે છે. તેઓ અવારનવાર સ્કૂલ ફંક્શન, વેકેશન, બર્થડે સેલિબ્રેશન, સિદ્ધિઓ અથવા રોજિંદા ખાસ પળોની ઝલક લોકોને બતાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તસવીરો અને વીડિયો બાળકોની સુરક્ષા માટે ખતરો બની શકે છે? ખરેખર, એકવાર ઇન્ટરનેટ પર ફોટો-વીડિયો અપલોડ કર્યા પછી તેના પર આપણું નિયંત્રણ રહેતું નથી. કોઈપણ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. AI અને ડીપફેક ટેકનોલોજીના યુગમાં આ જોખમ વધુ વધી ગયું છે. ઘણીવાર ફોટોમાં રહેલી નાની વિગત (જેમ કે બાળક કે સ્કૂલનું નામ અને લોકેશન) ગુનેગારો માટે મોટું હથિયાર બની શકે છે. આ જ ખતરાને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં આસામ પોલીસે બાળકોની ઓનલાઈન સુરક્ષા અંગે એક એડવાઈઝરી જાહેર કરી હતી. ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) એ પણ શાળાઓ અને માતા-પિતાને સોશિયલ મીડિયા પર બાળકો સંબંધિત માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે. તેથી ‘સાયબર લિટરસી’માં આજે બાળકોની ઓનલાઈન સેફ્ટી પર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: રાહુલ મિશ્રા, સાયબર સિક્યોરિટી એડવાઈઝર, ઉત્તર પ્રદેશ પોલીસ પ્રશ્ન- સોશિયલ મીડિયા પર બાળકોના ફોટો શેર કરવા કેટલું સામાન્ય છે? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજીએ- McAfeeના 2018ના ‘ધ એજ ઓફ કન્સેન્ટ’ સર્વે મુજબ, ભારતમાં મોટાભાગના માતા-પિતા બાળકોની ઓનલાઈન પ્રાઈવસી અને સંભવિત જોખમો વિશે જાણતા હોવા છતાં સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરે છે. સર્વે અનુસાર- પ્રશ્ન- શું બાળકોના ફોટો ઓનલાઈન શેર કરવા સુરક્ષિત છે? જવાબ- તેને સંપૂર્ણપણે સુરક્ષિત માની શકાય નહીં. ફોટો સાથે બાળકના નામ, શાળા, લોકેશન અથવા અન્ય વિગતો સાર્વજનિક થઈ શકે છે. ભવિષ્યમાં તેનો દુરુપયોગ થવાનું જોખમ હંમેશા રહે છે. પ્રશ્ન- બાળકોના ફોટો ઓનલાઈન શેર કરવાથી શું સાયબર જોખમો થઈ શકે છે? જવાબ- ઠગ આના દ્વારા બાળકની ઓળખ, સ્થાન અથવા અન્ય વ્યક્તિગત વિગતોનો દુરુપયોગ કરી શકે છે. બધા જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું બાળકોનો કોઈ પણ ફોટો ક્યારેય શેર ન કરવો જોઈએ? જવાબ- એવું નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ફોટો હંમેશા પ્રાઈવસી સેટિંગ્સને ‘પ્રાઈવેટ’ અથવા ‘ઓન્લી ફ્રેન્ડ્સ’ રાખીને જ શેર કરો. સાથે જ એવી તસવીરો શેર કરવાનું ટાળો, જે બાળકની ઓળખ, સ્થાન, શાળા, આરોગ્ય, વ્યક્તિગત વિગતોને ઉજાગર કરતી હોય. પ્રશ્ન- બાળકોની કઈ વિગતો શેર ન કરવી જોઈએ? જવાબ- આ દરમિયાન ધ્યાન રાખો કે ફોટોમાં બાળકની કોઈ પણ અંગત વિગત (જેમ કે શાળા, ઘરનું સરનામું કે પૂરું નામ) ન દેખાય. સાથે જ બેકગ્રાઉન્ડ સુરક્ષિત હોય અને ફ્રેન્ડ લિસ્ટમાં ફક્ત ભરોસાપાત્ર લોકો જ સામેલ હોય. ગ્રાફિકમાં જોઈએ કે બાળકો સાથે જોડાયેલી કઈ વિગતો શેર ન કરવી જોઈએ- પ્રશ્ન- શું શાળા દ્વારા બાળકોના ફોટો/વીડિયો પોસ્ટ કરવા પણ જોખમી હોઈ શકે છે? જવાબ- હા, શાળાઓના સોશિયલ મીડિયા પેજ ઘણીવાર પબ્લિક હોય છે. આવી સ્થિતિમાં, ઠગ અહીંથી બાળકની અંગત વિગતો, તેના સમય અને દૈનિક દિનચર્યા શોધી શકે છે. આનાથી અપહરણ જેવી ઘટનાઓનું જોખમ રહે છે. તેથી શાળાઓએ બાળકોની ગોપનીયતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. પ્રશ્ન- શાળાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ? જવાબ- શાળાઓએ વાલીઓની સંમતિથી એક સ્પષ્ટ સોશિયલ મીડિયા પોલિસી બનાવવી જોઈએ. સાથે જ જવાબદારીપૂર્વક કન્ટેન્ટ પોસ્ટ કરવું જોઈએ. શાળા મેનેજમેન્ટે ગ્રાફિકમાં આપેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ- પ્રશ્ન- રિપોર્ટ કાર્ડ, એડમિટ કાર્ડ કે ઓળખ સંબંધિત દસ્તાવેજો શા માટે શેર ન કરવા જોઈએ? જવાબ- આ દસ્તાવેજોમાં બાળકના પૂરું નામ, જન્મતારીખ, માતા-પિતાનું નામ અને રોલ નંબર જેવી સંવેદનશીલ જાણકારી હોય છે. સાયબર અપરાધીઓ તેના દ્વારા છેતરપિંડી કરી શકે છે. પ્રશ્ન- માતા-પિતાએ બાળકોની ડિજિટલ પ્રાઈવસી વિશે શા માટે વિચારવું જોઈએ? જવાબ- બાળકો હજુ પુખ્ત નથી અને તેમની સુરક્ષાની જવાબદારી માતા-પિતાની છે. તેથી માતા-પિતા હંમેશા આ વાતનું ધ્યાન રાખે કે, તમારી આજની એક પોસ્ટ ભવિષ્યમાં બાળકની પ્રતિષ્ઠા, સુરક્ષા અને ખાનગી જીવનને પ્રભાવિત કરી શકે છે. પ્રશ્ન- ડિજિટલ ફૂટપ્રિન્ટ શું હોય છે? શું એકવાર અપલોડ કરેલો ફોટો હંમેશા ઇન્ટરનેટ પર રહી શકે છે? જવાબ- ઇન્ટરનેટ પર શેર કરવામાં આવેલી જાણકારીથી બનતા રેકોર્ડને ‘ડિજિટલ ફૂટપ્રિન્ટ’ કહે છે. ઇન્ટરનેટ પર અપલોડ કરેલા ફોટોને સંપૂર્ણપણે ભૂંસી નાખવું લગભગ અશક્ય હોય છે. ભલે તમે ડિલીટ કરી દો, કોઈ તેને ડાઉનલોડ, સેવ કે ફરીથી શેર કરી શકે છે. તેથી ઓનલાઈન પોસ્ટને કાયમી માનીને જ શેર કરવી જોઈએ. પ્રશ્ન- જિયોટેગ (Geotag) શું હોય છે અને તે શા માટે ખતરનાક હોઈ શકે છે? જવાબ- જિયોટેગ ફોટો/વીડિયો સાથે જોડાયેલી લોકેશનની માહિતી છે. તેનાથી જાણી શકાય છે કે તસવીર ક્યાં લેવામાં આવી છે. જો બાળકોના ફોટોમાં જિયોટેગ હાજર હોય, તો કોઈ અજાણી વ્યક્તિ બાળકના ઘર, શાળા અથવા અન્ય કોઈ જગ્યાના લોકેશનની જાણકારી મેળવી શકે છે. તેથી ફોટો શેર કરતા પહેલા લોકેશન સેટિંગ્સ તપાસવી જરૂરી છે. પ્રશ્ન- AIના યુગમાં બાળકોના ફોટો શેર કરવાના જોખમો શા માટે વધી ગયા છે? જવાબ- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સની મદદથી હવે કોઈપણ સામાન્ય ફોટોને ડીપફેક વીડિયો અથવા વાંધાજનક તસવીરો (AI મોર્ફિંગ)માં બદલી શકાય છે, જે ખૂબ જ ભયાવહ છે. પ્રશ્ન- માતા-પિતા કેવી રીતે ઓળખે કે કોઈ વ્યક્તિ બાળકોની તસવીરોમાં અસામાન્ય રસ લઈ રહ્યું છે? જવાબ- જો કોઈ અજાણી વ્યક્તિ આવી હરકત કરે તો સતર્ક થઈ જાઓ- પ્રશ્ન- શું સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો સાયબર બુલિંગનું કારણ બની શકે છે? જવાબ- હા, કોઈ વ્યક્તિ બાળકનો મજાક ઉડાવવા અથવા બાળકને ઑનલાઇન પરેશાન કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. આનાથી બાળક માનસિક તણાવનો શિકાર બની શકે છે. પ્રશ્ન- બાળકોની પ્રાઇવસીનો અધિકાર શું છે? જવાબ- ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP એક્ટ), 2023’ માં બાળકોની ડિજિટલ પ્રાઇવસીને વિશેષ સુરક્ષા આપવામાં આવી છે. એક્ટમાં જોગવાઈ છે કે- નોંધનીય છે કે- DPDP એક્ટના બાળકો સંબંધિત આ જોગવાઈઓ 13 મે 2027થી લાગુ થશે. પ્રશ્ન- બાળકોની કઈ તસવીરો ક્યારેય ઓનલાઈન ન મૂકવી જોઈએ? જવાબ- બાળકોની આ તસવીરો ક્યારેય ઓનલાઈન શેર ન કરો- પ્રશ્ન- બાળકોના ફોટો શેર કરતા પહેલા કયા પ્રશ્નો પોતાને પૂછવા જોઈએ? જવાબ- બાળક સંબંધિત કોઈપણ પોસ્ટ શેર કરતા પહેલા પોતાને આ પાંચ પ્રશ્નો પૂછો- પ્રશ્ન- જો ફોટોનો ખોટો ઉપયોગ થાય, તો શું કરવું? જવાબ- તરત જ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટોને ‘રિપોર્ટ’ કરો. પુરાવા તરીકે સ્ક્રીનશોટ લો. સ્થાનિક પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવો. પ્રશ્ન- સાયબર ક્રાઈમની ફરિયાદ ક્યાં કરવી? જવાબ- તેના માટે સાયબર ક્રાઈમ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1930 પર તરત જ કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ www.cybercrime.gov.in પોર્ટલ પર ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો. પ્રશ્ન- માતા-પિતા બાળકોની ઓનલાઈન સિક્યોરિટી કેવી રીતે વધારી શકે છે? જવાબ- બાળકોને જેમ ‘ગુડ ટચ-બેડ ટચ’ વિશે સમજાવવામાં આવે છે, તેમ જ તેમને ‘સેફ-અનસેફ ઓનલાઈન’ વિશે પણ જણાવવું જોઈએ. ગ્રાફિકમાં ઓનલાઈન સેફ્ટીની સરળ ટિપ્સ જોઈએ- પ્રશ્ન- બાળકોની ડિજિટલ ઓળખને સુરક્ષિત રાખવાનો ગોલ્ડન રૂલ શું છે? જવાબ- સાયબર સિક્યોરિટી એડવાઈઝર રાહુલ મિશ્રા જણાવે છે કે, “કંઈપણ પોસ્ટ કરતા પહેલા બે વાર વિચારો.” સોશિયલ મીડિયાની થોડી ‘લાઈક્સ’ અને ‘કોમેન્ટ્સ’ માટે બાળકની સુરક્ષા સાથે ચેડાં ન કરો. બાળકોની પ્રાઈવસી હંમેશા સર્વોપરી હોવી જોઈએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *