ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો હતો, શનિવારે મહાવીર સ્વામી જન્મ વાંચન કરવામાં આવશે, અને મંગળવારે સંવત્સરી મહાપર્વ ઉજવણી કરવામાં આવશે….
ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભાવનગર શહેરમાં દાદાસાહેબ, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, વડવા, સુભાષનગર, રૂપાણી, વિદ્યાનગર, આનંદનગર, તૃપ્તી ઉપાશ્રય અને વિઠ્ઠલવાડી ઉપાશ્રય એમ જુદા જુદા વિભાગો અને દેરાસરો-ઉપાશ્રયોમાં પર્યુષણ મહાપર્વની જૈન સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થયો છે, પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો પોતાના મન-વચન-કાયાના દોષોરૂપી ભૂલોની માફી માંગી ખમાવશે, પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિત્તે પૂજ્ય સાધુ ભગવંતોની નિશ્રામાં વિશિષ્ટ આરાધના- વ્યાખ્યાન યોજવામાં આવશે. જૈન સંઘોમાં તપશ્ચર્યા, પૌષધ, પૂજા મોટા પ્રમાણમાં થશે. આ ઉપરાંત જિનાલયોમાં વિશિષ્ટ આંગી પણ કરવામાં આવશે, પર્યુષણના પર્વમાં જૈનો યથાશક્તિ ઉપવાસ કરે છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે.
પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ:જૈનો તપ-જપમાં લીન બનશે, શનિવારે મહાવીર સ્વામી જન્મ વાંચન, મંગળવારે સંવત્સરી
📅 Published: September 8, 2026 |
📂 Category: gujarati-news
