શહેરના સેટેલાઈટ વિસ્તારમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન નજીક સ્વયંભુ એપાર્ટમેન્ટમાં રહેતા GST ઈન્સ્પેક્ટરના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાં ઘૂસેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત 3.62 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘરમાંથી દાગીના સહિત 3.62 લાખ રુપિયાની ચોરી
સ્વયંભુ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રિયંકા દરજી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં છેલ્લા આઠ વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ નિરવ દરજી GST ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના ઘરમાં તસ્કરોએ ઘૂસીને સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા પર હાથફેરો કરી 3.62 લાખ રૂપિયાની ચોરી કરી હતી. મકાન આસપાસના CCTVના આધારે પોલીસની તપાસ
ચોરી કર્યાં બાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘરમાંથી મત્તા ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતા પ્રિયંકા દરજીએ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાદ મકાન તેમજ આસપાસના વિસ્તારમાં CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. સેટેલાઈટ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
સેટેલાઈટ વિસ્તારમાં GST ઈન્સ્પેક્ટરના ઘરમાં ચોરી:મહિલા પોલીસ સ્ટેશન નજીક અધિકારીના મકાનમાં ઘૂસી તસ્કરો 3.62 લાખના દાગીના સહિતની ઉઠાંતરી
📅 Published: September 8, 2026 |
📂 Category: gujarati-news
