Viral Video Telangana: તેલંગાણા વિધાનસભા પરિસરમાં મંગળવારે સવારે એકા એક જ બધા ભેગા થઇ ગયા. લોકોને જોઇને ત્યાં હાજર મંત્રી પણ દોડી ગયા. ત્યાં જઇને જોયુ તો એક અધિકારી અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. જે જોઇને મંત્રી તેમને સીપીઆર આપવા લાગ્યા. જો કે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ રહી કે આમ કરવા છતાં પણ અધિકારીનો જીવ ન બચ્યો.
વિધાનસભા સંકુલમાં અધિકારી જમીન પર પડી ગયા
સમાચાર એજન્સી PTI દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયો અનુસાર, ઉર્જા વિભાગના ખાસ મુખ્ય સચિવ, નવીન મિત્તલના અંગત સચિવ રાજુ અચાનક બીમાર પડી ગયા અને વિધાનસભા સંકુલમાં પડી ગયા. આ જોઈને, પશુપાલન મંત્રી વાકિતિ શ્રીહરિએ CPR આપ્યુ. ત્યારબાદ તેમણે તબીબી સ્ટાફને બોલાવ્યો અને રાજુને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી. હોસ્પિટલમાં પહોંચ્યા પછી, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
CPR શું છે?
કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) એ એક કટોકટી જીવન બચાવનાર પ્રક્રિયા છે જે હૃદય ધબકતું બંધ થઈ જાય ત્યારે કરવામાં આવે છે. CPR વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટથી બચવામાં મદદ કરી શકે છે. તેથી, સમાજમાં CPR વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. હૃદયરોગના હુમલાની સ્થિતિમાં, વ્યક્તિ અચાનક બેભાન થઈ શકે છે. જો દર્દીને તાત્કાલિક CPR આપવામાં આવે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તેમનો જીવ બચાવી શકાય છે.
CPR આપવાનો સાચો સમય કયો છે?
જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ચક્કર ખાઈને પડી જાય, સંપૂર્ણપણે બેભાન થઈ જાય, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ (પ્રતિભાવ) ન આપે અથવા તેનો શ્વાસ બંધ થઈ ગયો હોય તો તરત આટલું કરો. સૌ પહેલા વિલંબ કર્યા વિના સૌથી પહેલા મેડિકલ ઇમરજન્સી કે એમ્બ્યુલન્સને કૉલ કરો. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી સમય બગાડ્યા વિના તરત જ CPR આપવાનું શરૂ કરી દો, કારણ કે વિલંબની દરેક સેકન્ડ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનાવી શકે છે.
આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે… અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન
