IND Vs PAK : 'હું ફક્ત ભારતને હરાવવા માંગુ છું': પાકિસ્તાનનો ઘમંડ યથાવત, ફરી ઓક્યું ઝેર

📅 Published: September 8, 2026 | 📂 Category: cricket

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા એશિયા કપમાં 5 સપ્ટેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી હતી. માત્ર 55ના સ્કોર પર પાકિસ્તાની ટીમ પવેલિયન ભેગી થઇ ગઈ હતી, અને ભારતે 7 વિકેટથી સરળતાથી વિજય મળવ્યો હતો. 

અમારે ટ્રોફી નથી જોઈતે, પણ તમે ભારતને હરાવો

ગ્રુપ સ્ટેજની મેચમાં મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો ખુબ નિરાશ થઇ ગયા છે, અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પાકિસ્તાની ક્રિકેટ ફેનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પાકિસ્તાની ક્રિકેટ ટીમના મેન્ટર વહાબ રીયાઝ સામે નિરાશા વ્યક્ત કરતા કહી રહ્યા છે કે, અમારે ટ્રોફી નથી જોઈતે, પણ તમે ભારતને હરાવો. 

શું કહ્યું વહાબ રયાઝે?

બીજી તરફ ટીમના અપમાનજનક પ્રદર્શન બાદ પણ વહાબ રયાઝનો આત્મવિશ્વાસ હજુ ઓછો થયો નથી. તેનું માનવું છે કે હજી પણ અમારી ટીમ ટુર્નામેન્ટની સૌથી બેસ્ટ ટીમ છે અને અમે વાપસી કરી શકીએ છે. મેચ હાર્યા બાદ વહાબે કહ્યું હતું કે, મારું માનવું છે કે અમે આ ટ્રોફી જીતવા માટેના શ્રેષ્ઠ દાવેદાર છીએ.    

પાકિસ્તાની ટીમ પહોંચી સેમિ ફાઈનલમાં 

હવે સૌની નજર એ વાત પર છે કે પાકિસ્તાન સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી શકે છે કે નહી. જો કે પાકિસ્તાની ટીમ મહિલા એશિયા કપ 2026ના સેમિ ફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ગ્રૂપની છેલ્લી મેચમાં હોંગકોંગને 72 રનથી હરાવીને પાકિસ્તાને પોતાનું સ્થાન સેમિ ફાઈનલમાં નક્કી કરી દીધું હતું. હવે સેમિ ફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સામે થશે. પરંતુ શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવવા માટે પાકિસ્તાની ટીમે ઘણી મેહનત કરવી પડશે.   

  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *