ICC Ranking: ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની મોટી છલાંગ, રેન્કિંગમાં પાકિસ્તાની બોલરને આપી પછડાટ

📅 Published: September 8, 2026 | 📂 Category: cricket

ICC એ હાલમાં જાહેર કરેલી રેન્કિંગમાં શ્રી ચરણી બોલિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. આ ફોર્મેટના શ્રેષ્ઠ 5 બોલરોની યાદીમાં કોઈ જ ફેરફાર નોંધાયો નથી. આ સિવાય દીપ્તિ શર્માએ રેન્કિંગમાં 2 ક્રમનો સુધારો કર્યો છે. આ પહેલા તે 8મા સ્થાને હતી, જે હવે સુધરીને 6ઠ્ઠા ક્રમે પહોંચી છે. વનડે બોલિંગ ટોપ 5 રેન્કિંગમાં ફેરફાર થયો છે.ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ ગાર્ડનર એક ક્રમનો સુધારો કરીને વિશ્વની બીજા નંબરની વનડે બોલર બની ગઈ છે. આ સાથે ઈંગ્લેન્ડની સોફી એકલેસ્ટોન એક સ્થાન નીચે ખસીને હવે ત્રીજા ક્રમે આવી ગઈ છે. આ સિવાય મહિલા ક્રિકેટના અન્ય કોઈ પણ ફોર્મેટ કે કેટેગરીના ટોપ-5 રેન્કિંગમાં કોઈ સુધારો થયો નથી.

નુશરા શંધુને પાછળ છોડીને દીપ્તિ નીકળી આગળ

બોલિંગ રેન્કિંગમાં દીપ્તિ શર્માએ 2 ક્રમનો સુધારો કરીને હવે છઠ્ઠા સ્થાને પહોચી ગઈ છે. તેના રેન્કિંગ પોઈન્ટ 709 છે. તેણે ઈંગ્લેન્ડની લિન્સી સ્મિથ અને પાકિસ્તાનની નાશરા સંધૂને પાછળ છોડી દીધી છે. પાકિસ્તાની સ્પિનર નુશરા શંધુને એક સ્થાનનું નુકશાન થયું છે, હવે તે રેન્કિંગમાં આઠમાં ક્રમે આવી ગઈ છે, સ્મિથના 704 અને સંધૂના 701 રેટિંગ પોઈન્ટ્સ છે. 29 વર્ષીય દીપ્તિએ મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સામે રમાયેલી છેલ્લી મેચમાં 2 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે 3.1 ઓવરમાં માત્ર 5 રન જ આપ્યા હતા. આ મેચમાં પાકિસ્તાનની આખી ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શ્રી ચરણી પહેલા સ્થાને

મહિલા T20 રેન્કિંગમાં શ્રી ચરણી 779 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચની બોલર તરીકે યથાવત છે. ચરણીએ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં 3 વિકેટ લીધી હતી. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 7 રન આપ્યા હતા.

સ્મૃતિ મંધાના ટોચના સ્થાન પર યથાવત

વનડે બેટિંગ રેન્કિંગમાં સ્મૃતિ મંધાના 790 રેન્કિંગ પોઈન્ટ સાથે પહેલા નંબર પર યથાવત છે. આ સિવાય ટોપ-5માં કોઈ ફેરફાર થયો નથી. ન્યુઝીલેન્ડની મેડી ગ્રીન અને વેસ્ટ ઇન્ડીઝની હિલી મેથ્યુઝ એક-એક સ્થાન ઉપર આવી ગઈ છે.  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *