Gandhinagar: રાજ્યના 268 તાલુકાઓનું નવું કેટેગરાઇઝેશન જાહેર; A અને B વર્ગમાં કરાયું વિભાજન

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2026’ અંતર્ગત રાજ્યના તમામ 268 તાલુકાઓની નવી કેટેગરી જાહેર કરી છે. રાજ્યમાં નવા તાલુકાઓની રચના થયા બાદ અને બદલાયેલી ઔદ્યોગિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તાલુકાઓનું વૈજ્ઞાનિક ઢબે પુનઃવર્ગીકરણ કરવામાં આવ્યું છે.

તાલુકાઓની નવી કેટેગરી જાહેર
https://epapercdn.sandesh.com/images/2026/09/08/MterSDxEbjEEMG0s8Pi8WW51Xesc9MbgLo4KNHUu.pdf

ગુજરાતના 268 તાલુકાઓની નવી કેટેગરી જાહેર

આ નવા વર્ગીકરણનો મુખ્ય હેતુ રાજ્યના દરેક ક્ષેત્રમાં ઉદ્યોગોના સમાન વિકાસને પ્રોત્સાહન આપવાનો અને પછાત તેમજ વિકાસશીલ તાલુકાઓમાં નવા રોકાણો આકર્ષવાનો છે.નવી વ્યવસ્થા હેઠળ રાજ્યના 268 તાલુકાઓને બે મુખ્ય જૂથોમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં કેટેગરી A માં 130 તાલુકાઓ અને કેટેગરી B માં 138 તાલુકાઓનો સમાવેશ થાય છે.

વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી

હવેથી રાજ્યમાં સ્થપાતા નવા ઔદ્યોગિક એકમો તેમજ હયાત ઉદ્યોગોના વિસ્તરણ માટે આપવામાં આવતી વિવિધ સરકારી પ્રોત્સાહક યોજનાઓ, કેપિટલ સબસીડી, વ્યાજ સહાય અને અન્ય કરવેરા મુક્તિના લાભો આ નવી કેટેગરી મુજબ જ ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણ વધવાની અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની પ્રબળ શક્યતા છે.

આ પણ વાંચો: Gandhidham: ખારીરોહ ગામમાં પોલીસ અને PGVCL નો સપાટો; અસામાજિક તત્વોના 31 ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *