ભાસ્કર યુટિલિટી:19,636 ખેડૂતોનુ રજીસ્ટ્રેશન બાકી, નવ ઓક્ટોબર સુધી થશે

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

જૂનાગઢ જિલ્લામાં પીએમ કિસાન લાભ લેતા 1.49 લાખ ખેડુતોમાંથી હજુ 19,636 ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવી નથી. જેના માટે બે તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે જેમાં અંતિમ તક છે. જિલ્લા ખેતિવાડી શાખામાંથી મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા એગ્રી સ્ટેટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે શરૂ કરી છે. જેમાં જે પણ ખેડૂતોને રજીસ્ટ્રેશન બાકી હોય તેના માટે જિલ્લામાં તારીખ 19 સપ્ટેમ્બર સુધી પ્રથમ અને તારીખ 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી બીજો તબક્કો એમ આયોજન કરાયુ છે. જેમાં ખેડૂતોએ 7-12 સાથે આધારકાર્ડનુ જોડાણ, આધાર લીંક મોબાઇલ નંબર સાથે સ્થળ પર હાજર રહેવાનુ રહેશે. ઉપરાંત જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે જો કોઇ બીજી જમીન ઉમેરવાની બાકી હોય તો તે પણ અપડેટ કરાવી શકશે. લાભાર્થીઓ જાતે પણ પીએમ કિસાન એપ્લિકેશન ડાઉન કરીને અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મળતી તમામ સહાય માટે ફાર્મ રજીસ્ટ્રેશન ખેડૂતો માટે જરૂરી છે. હાલ જૂનાગઢ જિલ્લામાં 19636 ખેડૂતોને આ રજીસ્ટ્રેશન કરવાનું હજુ બાકી છે. જેના માટે નવ ઓકટોબર સુધીનો સમય છે. જો રજીસ્ટ્રેશન નહીં કરેલુ હોય તો એ ખેડૂતોને સરકારની સહાયનો લાભ મળશે નહીં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *