મહારાષ્ટ્રના નંદુરબાર ક્રાઈમ બ્રાંચ પોલીસે ધડગાંવ પોલીસ મથકની હદમાં ખેતરમાં મકાઈ અને તુવરની ખેતી સાથે ઉગાડેલા 443 કિલો ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપી ફરાર જાહેર કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ.હેમંત પાટીલને ખાનગી રાહે બાતમી મળી હતી.કે ધડગાંવ તાલુકાના ઘાટલી ગામની સીમમાં આવેલા ખેતરમાં મકાઈ અને તુવેરના પાકની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.બાતમીના આધારે પોલીસે 7 સંપ્ટેમ્બરના સોમવારે તુરંત એક ટીમ બનાવીને ખેતરમાં જઈ તપાસ કરી હતી ત્યારે બહારથી તો માત્ર મકાઈ અને તુવેરના લહેરાતા પાક જ દેખાયા હતા.પરંતુ ચોક્કસ બાતમી હોવાથી પોલીસે અંદર જઈને તપાસ કરી તો ખેતરમાંથી 2,2158 હજાર રૂપિયાની કિંમતના 443 કિલો ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે ગાંજાના છોડ જપ્ત કરી ખેતરના માલિક શૈલેશ શંકર પાવરા (રહે.ઘાટલી તાલુકો ધડગાંવ જિલ્લા નંદુરબાર)ની દરપકડ કરી હતી.જ્યારે તેનો અન્ય એક સાથીદાર ભાગી જતા તેને ફરાર જાહેર કર્યો છે.
