Ahmedabad News: વાહનની નંબર પ્લેટ નહીં હોય અને તેની સાથે ચેડાં કર્યા તો થશે કાર્યવાહી

📅 Published: September 9, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં પોલીસ દ્વારા વાહનવ્યવહારને વધુ સુરક્ષિત અને નિયમિત બનાવવાના હેતુથી એક રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.આ ખાસ અભિયાન અંતર્ગત ખાસ કરીને વાહનો પર નંબર પ્લેટ ન લગાવનાર અથવા નંબર પ્લેટ સાથે ગેરકાયદેસર ચેડાં કરનાર ચાલકો વિરુદ્ધ આગામી 14 ઓક્ટોબર સુધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ તંત્ર દ્વારા આ ડ્રાઇવને અત્યંત સઘન બનાવવામાં આવી છે જેનાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે 1.69 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો

આ ડ્રાઇવના ભાગરૂપે તાજેતરમાં જ રાજ્ય પોલીસે ગત ઓગસ્ટ મહિના દરમિયાન કરેલી કામગીરીના આંકડા જાહેર કર્યા છે.ઓગસ્ટ મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરીને મોટાપાયે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્યમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાના ગંભીર કેસોમાં કુલ 36159 કેસ નોંધીને પોલીસ દ્વારા 3.64 રોડ રૂપિયાનો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે.આ ઉપરાંત વાહનોની અનિયંત્રિત ગતિ એટલે કે ઓવર સ્પીડિંગના 38083 કેસ નોંધવામાં આવ્યા હતા જેની સામે પોલીસે 1.69 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 74242 જેટલા કેસ નોંધાયા

માત્ર આ બે જ મુખ્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 74242 જેટલા માતબર કેસો નોંધાયા છે અને સરકારી તિજોરીમાં કુલ 5.33 કરોડ રૂપિયાનો દંડ જમા થયો છે. આ સાથે જ શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ સખત પગલાં લેવામાં આવ્યા છે.જેના અંતર્ગત 36 હજારથી વધુ વાહનો વિરુદ્ધ ગેરકાયદેસર પાર્કિંગના કેસ કરવામાં આવ્યા છે.પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારની આક્રમક અને સતત કાર્યવાહી ચાલુ જ રહેશે જેથી નાગરિકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બને અને અકસ્માતો ટાળી શકાય.

આ પણ વાંચોઃ Gandhinagar News: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *