ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી.3 ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ 2 મેચમાં કારમી હાર બાદ હવે પાકિસ્તાની ટીમ સીરિઝની છેલ્લી મેચમાં મેદાનમાં ઉતરશે.બીજી તરફ ઇંગ્લેન્ડ પાસે પાકિસ્તાન સામે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરવાની મોટી તક છે.ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે બર્મિઘમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે.સીરિઝ ઇંગ્લેન્ડ 2-0થી આગળ છે.આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ મેચ માત્ર હારથી બચવાની નહીં,પરંતુ પ્રવાસનો અંત જીત સાથે કરવાની તક પણ છે.
એજબેસ્ટનમાં પાકિસ્તાનનો રેકોર્ડ ચિંતાજનક
એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનનો ટેસ્ટ રેકોર્ડ જોવામાં આવે તો તેની મુશ્કેલી સ્પષ્ટ થાય છે. પાકિસ્તાને આ મેદાન પર અત્યાર સુધી કુલ 8 ટેસ્ટ મેચ રમી છે.આ 8 મેચમાંથી પાકિસ્તાનને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 3 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન એજબેસ્ટન ખાતે હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી.આ આંકડા આગામી મેચ પહેલા પાકિસ્તાની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ, ઘરઆંગણે રમતું ઇંગ્લેન્ડ શ્રેણીમાં પહેલેથી જ 2-0થી આગળ છે. તેથી એજબેસ્ટનમાં પણ ઇંગ્લેન્ડનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન માટે જીતનો માર્ગ મુશ્કેલ
પાકિસ્તાની ટીમ આ પ્રવાસમાં અત્યાર સુધી અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન કરી શકી નથી. પ્રથમ 2 ટેસ્ટમાં હાર બાદ હવે ટીમ પર સીરિઝ 3-0થી ગુમાવવાનું જોખમ છે.ટીમના પ્રદર્શન ઉપરાંત પ્લેઇંગ-11માં કરવામાં આવેલા મોટા ફેરફારો પણ પાકિસ્તાન માટે પડકાર બની શકે છે. નવા ખેલાડીઓ પર જવાબદારી વધી છે અને એજબેસ્ટન જેવી પરિસ્થિતિમાં તેમને પોતાને સાબિત કરવા પડશે.જોકે, પાકિસ્તાનના ક્રિકેટનો ઇતિહાસ એવો રહ્યો છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ અચાનક શાનદાર પ્રદર્શન કરીને સૌને ચોંકાવી શકે છે. તેથી ઇંગ્લેન્ડ માટે પણ આ મેચને હળવાશથી લેવી મુશ્કેલ રહેશે.
બર્મિઘમમાં પાકિસ્તાનને ચાહકોનો મળશે મોટો સપોર્ટ
બર્મિઘમમાં પાકિસ્તાની મૂળના લોકોની મોટી સંખ્યા છે. તેથી એજબેસ્ટન ખાતે રમાનારી ટેસ્ટમાં પાકિસ્તાની ટીમને દર્શકોનો મોટો સપોર્ટ મળવાની શક્યતા છે.પરંતુ માત્ર ચાહકોનો સપોર્ટ પૂરતો નથી. મેદાન પર ખેલાડીઓનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે.પ્રથમ 2 ટેસ્ટમાં મળેલી હાર બાદ હવે પાકિસ્તાનના ખેલાડીઓ પાસે ચાહકોને ખુશ કરવાની મોટી તક છે.જો પાકિસ્તાન ત્રીજી ટેસ્ટ જીતી જાય છે તો શ્રેણી ભલે તેના હાથમાંથી નીકળી ગઈ હોય, પરંતુ પ્રવાસનો અંત જીત સાથે કરી શકશે.બીજી તરફ ઇંગ્લેન્ડ જીત મેળવીને પાકિસ્તાન સામે 3-0થી ક્લીન સ્વીપ કરવા માગશે.
શું પાકિસ્તાન એજબેસ્ટનમાં ઇતિહાસ બદલી શકશે?
આંકડા પાકિસ્તાનની વિરુદ્ધ છે.એજબેસ્ટનમાં રમાયેલી 8 ટેસ્ટમાંથી એક પણ મેચમાં જીત ન મળવી ટીમ માટે મોટો પડકાર છે. સાથે જ વર્તમાન શ્રેણીમાં 0-2થી પાછળ હોવાને કારણે દબાણ પણ ઘણું છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પાકિસ્તાન બર્મિઘમમાં પોતાનો જૂનો રેકોર્ડ બદલી શકશે? કે પછી ઇંગ્લેન્ડ શ્રેણીની છેલ્લી મેચ પણ જીતીને પાકિસ્તાનનો પ્રવાસ 3-0ની કારમી હાર સાથે પૂર્ણ કરશે? તેનો જવાબ ત્રીજી ટેસ્ટમાં મળશે.
આ પણ વાંચો – Team Indiaમાં વાપસી પર મુકેશ કુમારનો હુંકાર, કહ્યું-આ સીઝન…!
