જામનગરમાં વર્જિન મેરીનો જન્મદિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો:ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રા અને વિશેષ પ્રાર્થનામાં જોડાયા

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

જામનગર શહેરમાં ખ્રિસ્તી સમાજે વર્જિન મેરીનો જન્મદિવસ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો. આ પ્રસંગે શહેરમાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ખ્રિસ્તી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. સમાજના લોકોએ પ્રાર્થના અને ભક્તિ સાથે વર્જિન મેરીના જન્મદિવસની ઉજવણી કરી. આ ઉપરાંત ચર્ચ ખાતે ખાસ પ્રાર્થના સભા અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા. પાદરીઓએ ખાસ પ્રાર્થના કરાવી અને ધાર્મિક સંદેશ આપ્યો. હાજર રહેલા શ્રદ્ધાળુઓએ પરિવાર અને સમાજની સુખ-શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે આખી માનવજાતના કલ્યાણ માટે પણ દુઆ માગી. વર્જિન મેરીના જન્મદિવસના આ કાર્યક્રમમાં ખ્રિસ્તી સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *