Godhra: વાહનોમાં અચાનક આગમાં 10 થી વધુ વાહનો ખાખ

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

Godhra: શહેરના સીમલા ગેરેજ વિસ્તારમાં આજે સવારે વાહનોમાં અચાનક આગ લાગતાં 10 થી વધુ વાહનો બળી ખાખ થઈ ગયા હતા.

ગોધરા શહેરના અમદાવાદ હાઈવે ઉપર આવેલો સીમલા ગેરેજ વિસ્તાર તમામ પ્રકારની ગાડીઓ રિપેરિંગ માટે જાણીતો વિસ્તાર છે. જ્યાં કબાડી અને રિપેરિંગ આવતી તમામ પ્રકારની ગાડીઓનો મોટો ખડકલો જોવા મળતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં આજે પાર્ક કરવામાં આવેલા 10 થી વધુ વાહનોમાં એકાએક અચાનક આગ લાગવા પામી હતી. આગ કયા કારણોસર લાગી હતી તેની સતાવાર કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. વહેલી સવારે આગ લાગવાથી લોકોમાં આગ ઓલવવા માટે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની ઘટના અંગેની જાણ ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગને થતા ફાયર વિભાગના અધિકારીઓ તાબડતોબ ફાયર વોટર બ્રાઉઝર સાથે આગના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *