Kim : કીમમાં રેલવે દ્વારા અંડરપાસ સબ-વે બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો

📅 Published: September 9, 2026 | 📂 Category: Surat

કીમ : કીમ રેલવે સ્ટેશન નજીક બંને દિશામાં રેલવે વિભાગ દ્વારા લોકોની અવર જવર માટે 70 મીટર લંબી અન્ડરગ્રાઉન્ડ સબવે બનાવવાની કામગીરી શરૂ કરવમાં આવી છે.

કીમ રેલવેની 158 ફાટક ઉપર વર્ષો પર્યાપ્ત માંગણી બાદ આશરે ચાર વર્ષ પૂર્વે જંગી ખર્ચ કરી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રીજની બંને દિશામાં અવર જવર માટે તંત્ર દ્વારા કોઇ આયોજન કરાયું ન હતું. તેમજ યોગ્ય પ્લાનીંગ વગર ઊંચો ફુટ ઓવરબ્રિજ બનાવી તેના બંને દિશામાં 60 – 60 લોખંડનાં પગથીયા બનાવ્યા હતા. આ પગથિયા ચઢવા સિનિયર સિટીઝન, દર્દીઓ સહિત લોકો માટે અત્યંત કપરૂ બન્યુ છે. તેમજ આ ફુટ ઓવરબ્રિજ ઉપર પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઘણા ઉપર દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ગંકદીમાંથી પસાર થવુ પડે છે. જેનાંથી ત્રસ્ત લોકો બંને દિશામાં અવર જવર માટે શોર્ટકટ માર્ગ રૂપી કુલ પાંચ લાઇન પાટાની ઓળંગવા લાગ્યા અને ટૂંકા સમયગાળામાં અનેક લોકો ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામ્યા. જેથી કીમનાં સરપંચ પ્રવિણ પટેલ સહિત આગેવાનોએ આ મામલે વડોદરા સ્થિત ડીઆરએમ અને રેલ મંત્રી સુધી ધારદાર રજૂઆત કરી હતી. આખરે રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈ કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લોકોની અવર જવર માટે અંદાજીત ત્રણથી ચાર મીટર પહોળી અને 70 મીટર લંબી અંડરપાસ ટનલ (સબવે) બનાવવાની કામગીરી શરૂ કરી છે. જેનાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *