Ahmedabad : તળાવો ઇન્ટરલિંકની ગુલબાંગઃ નારોલ, ઈસનપુર અને લાંભાનાં 12 તળાવો પર દબાણો થતાં અસ્તિત્વ જોખમમાં

📅 Published: September 9, 2026 | 📂 Category: Ahmedabad

આ વર્ષે અત્યારસુધી અમદાવાદમાં ચોમાસું નબળું રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટીતંત્ર દ્વારા અવારનવાર ભૂગર્ભજળ સ્તર ઊંચા લાવવા તળાવો ઇન્ટરલિંક કરવાની ગુલબાંગ હાંકવામાં આવે છે. પરિસ્થિતિ એવી છે કે નારોલ, લાંભા અને ઈસનપુર વોર્ડમાં આવેલા એક ડઝનથી પણ વધુ તળાવોની વોટરબોડીની જગ્યામાં રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ એકમો, ફેક્ટરી સહિતનાં બાંધકામો થઈ જવાથી નામશેષ થવાના આરે છે. નોંધપાત્ર બાબત એ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે ચંડોળા અને મોની હોટલ પાસે આવેલા તળાવની જગ્યામાં બાંધવામાં આવેલાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં હતાં, પરંતુ હાલમાં ફરી પાછા એ જ જગ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ ગયાં હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અહીં સવાલ એ છે કે, રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પઝેશન આપવામાં આવેલા તળાવોના વોટરબોડીમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામો તોડવામાં એસ્ટેટ વિભાગ સદંતર નિષ્ફ્ળ નીવડયો છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે કે ડિસેમ્બર-25માં આ તળાવોના દબાણને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, તે સ્થિતિમાં વર્ષ-26ના સપ્ટેમ્બરમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

બજેટમાં આકર્ષક દરખાસ્તો શહેરીજનો સમક્ષ મૂકવી એ મ્યુનિસિપલ ભાજપની જાણે કે એક પરંપરા બની ગઈ હોય એમ ઘણાં વર્ષોથી લાગી રહ્યું છે. જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવાય’ એવી કહેવતને પણ કોર્પોરેશનના પદાધિકારીઓ માનવા તૈયાર નથી. જેના માઠા પરિણામ

અમદાવાદની 80 લાખથી વધુ વસ્તીને સહન કરવા પડે એ સમય હવે દૂર નથી. કેમ કે કોર્પોરેશનના અધિકારીઓના નાક તળે જ તળાવોના વોટરબોડીમાં ગેરકાયદે બાંધકામ કે દબાણ થતાં હોય કે થયેલાં હોય, એ વાતએસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર કે અધિકારીઓને ખબર ના હોય એ બાબત ગળે ઊતરે એવી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *