નિકોલ-નરોડા રોડ પર આવેલ ધરતી વિદ્યાલય અને ગોપાલ ચોક સામેનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તાની બાજુમાં મોટા પ્રમાણમાં કાંકરી, પથ્થરો અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અકસ્માતનો સતત ભય ધરતી વિદ્યાલય નજીક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શાળાના બાળકો, વાલીઓ અને નાના-મોટા વાહનો અહીંથી પસાર થાય છે. રસ્તાની સાઈડમાં પાકો રોડ ન હોવાથી અને ખુલ્લા પથ્થર-કાંકરી પાથરેલા હોવાથી દ્વિચક્રી વાહનો સ્લિપ થઈ જવાનો અને અકસ્માત થવાનો સતત ભય રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ બાદ કે ધૂળ ઉડવાના કારણે રાહદારીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
મહત્વનું છે કે શાળાના બાળકોની સુરક્ષાઃ ધરતી વિદ્યાલય સામે જ રસ્તો ખરાબ હોવાથી શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓ માટે અકસ્માતનું જોખમ. તેમજ રોડની કિનારે રોડાં અને કાંકરીના કારણે બાઇક અને એક્ટિવા ચાલકો અવારનવાર લપસી પડે છે. દૂકાનો આગળ સતત ધૂળ ઉડવાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોના સ્વાસ્થ્ય પર માઠી અસર.
સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને રોડની સાઈડમાં પેવિંગ બ્લોક અથવા પાકો રસ્તો બનાવવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં સ્થિતિ સુધારી શકાય.
