Gold Silver Price Today: 10 સપ્ટેમ્બરે 10 ગ્રામ સોનાનો શું છે ભાવ? સસ્તુ થયુ કે નહી? ચેક કરો લેટેસ્ટ રેટ

📅 Published: September 10, 2026 | 📂 Category: Business

Gold Silver Price Today: આજે સોના ચાંદીની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. વૈશ્વિક પરિબળોમાં ફેરફારને કારણે સોના અને ચાંદીના ભાવમાં અસર પડે છે. આજે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરને પાર છે. ભારતીય શેરબજાર નબળુ છે ત્યારે સોના ચાંદીની કિંમતમાં કેટલો બદલાવ આવ્યો છે તે વિશે જાણીએ. 

આજે સોનાનો ભાવ 

સવારે લગભગ 11:00 વાગ્યે, ઓક્ટોબર ડિલિવરી માટેના MCX ગોલ્ડ ફ્યુચર્સ ₹436 (0.28%)ના વધારા સાથે ₹154,199 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટેના સિલ્વર ફ્યુચર્સ ₹173 (0.07%)ના ઘટાડા સાથે ₹243,886ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

બીજી તરફ  ડોલરમાં નરમાઈને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થયો છે. ડિસેમ્બર સિરીઝ માટેના યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.50%થી વધુ વધીને $4,464.20 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં 0.10%નો ઘટાડો થયો છે, જેના કારણે વિદેશી ચલણ ધરાવનારાઓ માટે ડોલરમાં મૂલ્ય ધરાવતું સોનું થોડું સસ્તું બન્યું છે. 

gold buying in india

આજે સોનાના ભાવ કેમ ઘટ્યા?

આંતરરાષ્ટ્રીય બજારમાં નફા-બુકિંગ અને વેચાણ વધવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક રોકાણકારો હાલમાં અત્યંત સાવધ છે, કારણ કે તેમનું ધ્યાન યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેના આગામી નિર્ણય પર કેન્દ્રિત છે. વ્યાજ દરોમાં સંભવિત ફેરફારોને લગતી અનિશ્ચિતતાને કારણે, વેપારીઓ સુરક્ષિત રોકાણ વિકલ્પોની શોધમાં સોના અને ચાંદીમાંથી ભંડોળ પાછું ખેંચી રહ્યા છે. નોંધનીય છે કે યુએસ ફેડરલ રિઝર્વની આગામી બેઠક 15 અને 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાવાની છે. 

આજે સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં થયેલો વધારો છે. જ્યારે પણ યુએસ ડોલર મજબૂત થાય છે, ત્યારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પર દબાણ આવે છે. ડોલર મજબૂત થવાથી અન્ય ચલણ ધરાવનારાઓ માટે આ ધાતુઓની ખરીદી મોંઘી બને છે.  જેના પરિણામે માંગમાં કામચલાઉ ઘટાડો થાય છે.

gold buying in indiagold buying in india

આ ઉપરાંત મજબૂત ડોલર રોકાણકારોને સોનામાંથી નાણાં પાછા ખેંચવા માટે પ્રેરે છે. સોનું એ ‘નોન-યીલ્ડિંગ એસેટ’ (વ્યાજ કે ડિવિડન્ડ ન આપતી સંપત્તિ) છે એટલે કે તે બેંક એફડી (FD) કે સરકારી બોન્ડની જેમ નિશ્ચિત વ્યાજ કે ડિવિડન્ડ આપતું નથી  તેથી જ્યારે વ્યાજ દરો વધવાની શક્યતા હોય છે, ત્યારે રોકાણકારો તેને વેચીને પોતાની મૂડી પાછી ખેંચવાનું પસંદ કરે છે.

આજે ચાંદીના ભાવ?

આજે ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹249.90 અને પ્રતિ કિલોગ્રામ ₹2,49,900 છે. પ્રતિ ગ્રામ ભાવમાં ₹0.10 નો ઘટાડો થયો છે, જેના પરિણામે પ્રતિ કિલોગ્રામ ભાવમાં ₹100 નો ઘટાડો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹2,499 છે. જોકે, ચેન્નાઈમાં આ ભાવ થોડો વધારે, એટલે કે ₹2,549 છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર  24 કેરેટ સોનાની કિંમત  22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી  1,55,660  1,42,700 
મુંબઈ  1,55,510  1,42,550
કોલકાતા  1,55,510  1,42,550
ચેન્નઈ  1,55,510  1,42,550
અમદાવાદ  1,55,560  1,42,600
રાજકોટ

 1,55,560  1,42,600

silver

સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.

Shani Margi 2026: 2027 સુધીમાં આ રાશિ કમાશે અઢળક પૈસો, શનિદેવ વરસાવશે કૃપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *