પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક ખાસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર ‘અંડરસ્ટેન્ડિંગ જેન્ડર એન્ડ ધ પોશ એક્ટ, 2013: બિલ્ડિંગ અ ડિગ્નિફાઇડ એકેડેમિક એન્વાયર્નમેન્ટ’ વિષય પર હતો. તેનું આયોજન યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો હતો. તેમાં જેન્ડર સંબંધિત મુદ્દાઓ અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાયદા વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ વાઇસ ચાન્સેલર પ્રો. કે. સી. પોરિયા, રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ અને H.N.G.U. ના SETU પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રો. કોકિલાબેન પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેઓ કાર્યક્રમના પેટ્રન અને કન્વીનર હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જ્યોત્સનાબેન નાથ હાજર રહ્યા હતા. PDPU, ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અર્ચના વસુંદેવે પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આયોજન સમિતિમાં ડૉ. હરેશ ચૌધરી, ડૉ. રિગ્નેશ પટેલ, ડૉ. પાર્થ બારોટ અને સુરેશ પ્રજાપતિનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ આ સેમિનારમાં હાજર રહ્યા હતા.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'જેન્ડર અને પોશ એક્ટ 2013' પર સેમિનાર યોજાયો:શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા અને સુરક્ષિત વાતાવરણ માટે માર્ગદર્શન અપાયું
📅 Published: September 10, 2026 |
📂 Category: gujarati-news
