iPhone 18 Viral Memes: દોસ્તની કિડની નહીં,આખેઆખો દોસ્ત જ વેચવો પડશે! આઇફોનના મજેદાર મીમ્સ વાયરલ!

📅 Published: September 10, 2026 | 📂 Category: Business

Appleનો નવો iPhone આવે એટલે ટેકની દુનિયામાં ખળભળાટ મચી જાય છે. દરેક વ્યક્તિ ટેક એક્સપર્ટ બની જાય છે. અમુક લોકો નવા ફીચર્સ ગણાવવા લાગે છે, કોઈ કેમેરાના વખાણ કરે છે અને કેટલાક લોકો એવા પણ હોય છે, જે લોન્ચની રાહ માત્ર મીમ્સ બનાવવા માટે જોતા હોય છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું.

iPhone 18 સિરીઝ અને કંપનીના પહેલા ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ બાદ સોશિયલ મીડિયા પર મજેદાર પોસ્ટ અને મીમ્સનું પૂર આવી ગયું. કોઈ મીમમાં નવો ફોન જોઈને જૂના iPhoneના માલિકોની હાલત બતાવવામાં આવી, તો કોઈ મીમમાં દર વર્ષે નવું મોડલ ખરીદવાની હોડ પર મજાક કરવામાં આવી. બીજી તરફ, iPhone Duoની ફોલ્ડેબલ ડિઝાઇનને લઈને પણ યુઝર્સ ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.

iPhone 18 બુધવારે એટલે કે 9 સપ્ટેમ્બરે લોન્ચ થયો. iPhone 18 Proની ભારતમાં શરૂઆતની કિંમત ₹1,64,900 જણાવવામાં આવી છે, જ્યારે iPhone 18 Pro Maxની કિંમત ₹1,79,900થી શરૂ થાય છે. બીજી તરફ, Appleના પહેલા ફોલ્ડેબલ iPhone Duoની શરૂઆતની કિંમત ₹2,99,900 જણાવવામાં આવી છે. આટલી કિંમત વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સ આવે તે સ્વાભાવિક છે. લોન્ચ થતાં જ યુઝર્સે ફોનની કિંમત, ડિઝાઇન અને નવા ફીચર્સને લઈને મજેદાર પોસ્ટ શેર કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ મોંઘા iPhoneને લઈને એવી વાતો લખી કે હસવું રોકવું મુશ્કેલ થઈ જાય.

નવા iPhone સાથે YouTubersને પણ મળ્યું કન્ટેન્ટ

iPhone લોન્ચ થતાં જ ટેક YouTubersનું કામ પણ વધી જાય છે. નવા ફોનના અનબોક્સિંગથી લઈને કેમેરા ટેસ્ટ, બેટરી ટેસ્ટ અને જૂના મોડલ સાથેની સરખામણી સુધી અનેક પ્રકારના વીડિયો તૈયાર કરવામાં આવે છે. આ જ બાબતને લઈને એક મીમમાં YouTubersનું રિએક્શન મજેદાર રીતે બતાવવામાં આવ્યું છે. નવો iPhone જાહેર થતાં જ જાણે તેમને આગામી ઘણા વીડિયોના કન્ટેન્ટ મળી ગયા હોય. આ જ કારણ છે કે દરેક iPhone લોન્ચ બાદ YouTube અને સોશિયલ મીડિયા પર તેના સાથે જોડાયેલા વીડિયો ઝડપથી જોવા મળે છે.

iPhoneના જૂના મોડલ ખરીદનારા લોકોની હાલત પર મીમ

દર વર્ષે નવો iPhone લોન્ચ થયા પછી સૌથી વધુ મજાક એવા લોકોની થાય છે, જેમણે થોડા સમય પહેલાં જ અગાઉનું મોડલ ખરીદ્યું હોય. એક મીમમાં બતાવવામાં આવ્યું છે કે થોડા સમય પહેલાં જ મોંઘા iPhoneના મોડલ ખરીદ્યા બાદ નવો iPhone 18 Pro જોઈને યુઝરના મનમાં શું ચાલી રહ્યું હશે. એટલે કે ફોન હજુ જૂનો પણ થયો નથી અને બજારમાં નવું મોડલ આવી ગયું. આ ઉપરાંત હજુપણ ઘણા એવા લોકો છે જે iPhone 14 અથવા iPhone 15 ખરીદવાનો વિચારી રહ્યા છે. તેમની હાલત પર પણ એક મીમ લોકોને હસાવી રહ્યુ છે. 

iPhone Duoની ડિઝાઇન પર પણ બન્યા મીમ્સ

આ લોન્ચ ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચા iPhone Duoની રહી. તેને Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone જણાવવામાં આવ્યો છે. ફોન ખોલ્યા બાદ મોટી સ્ક્રીન મળે છે, જેના કારણે તેનો ઉપયોગ સામાન્ય સ્માર્ટફોનથી અલગ રીતે કરી શકાય છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે તેની ડિઝાઇનને પણ પોતાની મજેદાર રીતે રજૂ કરવાનું શરૂ કરી દીધું. એક પોસ્ટમાં 2 અલગ-અલગ ફોનને ટેપથી જોડેલા બતાવવામાં આવ્યા અને મજાક કરવામાં આવી કે iPhone Duo ખોલતાં એવું લાગે છે જાણે એક સાથે 2 ડિવાઇસ મળી ગયા હોય. એક યુઝરે તેની કિંમત જાણીને લખ્યું, “હવે કિડની નહીં, આખો માણસ વેચવો પડશે.”

2008થી 2049 સુધી વધતો ગયો ફોનનો આકાર

એક અન્ય મીમમાં Appleના ફોનની ડિઝાઇનમાં થયેલા ફેરફારો પર મજાક કરવામાં આવી. તેમાં 2008થી લઈને 2049 સુધી ફોનનો આકાર સતત મોટો થતો બતાવવામાં આવ્યો છે. શરૂઆતમાં નાનો અને સામાન્ય ફોન દેખાય છે, પરંતુ દરેક નવા સમયગાળામાં સ્ક્રીન મોટી થતી જાય છે. અંતે ફોન લગભગ ટેબલેટ જેવો દેખાવા લાગે છે. આ મીમ દ્વારા સ્માર્ટફોનની દુનિયામાં સતત મોટી થતી સ્ક્રીન પર મજાક કરવામાં આવી છે.

iPhone 18ના લોન્ચ સાથે માત્ર નવા ફીચર્સની ચર્ચા જ નથી થઈ રહી, પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સનું મજેદાર રિએક્શન પણ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ મીમ્સ બાદ Appleના નવા iPhoneની ચર્ચા ઈન્ટરનેટ પર કેટલા દિવસ સુધી ચાલુ રહે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *