અફઘાનિસ્તાન સામે રવિવારથી પ્રારંભ થનારી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને આ જ મહિનાના અંતે યોજાનારી એશિયન ગેમ્સ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર હર્ષિત રાણા આ બંને મહત્વની સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયા છે. BCCIની પસંદગી સમિતિએ તાત્કાલિક પગલાં લેતાં તેના સ્થાને નવા ખેલાડીની જાહેરાત કરી છે. પસંદગીકારોએ ઝડપી બોલર યશ ઠાકુર પર ભરોસો મૂકી તેને હર્ષિત રાણાના વિકલ્પ તરીકે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે, જે હવે અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી તેમજ આગામી એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતો નજરે પડશે.
હર્ષિત રાણાની જગ્યા એ યશ ઠાકુરની ટીમમાં પસંદગી
આ અંગે માહિતી આપતા BCCI એ જણાવ્યું હતું કે, પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની આગામી ત્રણ મેચોની T20 શ્રેણી તથા 2026 એશિયન ગેમ્સ માટે ઇજાગ્રસ્ત હર્ષિત રાણાની જગ્યા એ યશ ઠાકુરની ટીમમાં પસંદગી કરી છે. હર્ષિત રાણા બેંગલુરુ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ પ્રક્રિયા હેઠળ રિકવર થઈ રાખ્યો હતો , પરંતુ 7 સપ્ટેમ્બરે મેચ સિમ્યુલેશન દરમિયાન બોલિંગ કરતી વખતે તેને સ્નાયુઓમાં ખેંચાણ ની સમસ્યા સર્જાઈ હતી. આ સ્નાયુની ઈજા ગંભીર બનતાં આખરે તેમને ટીમમાંથી બહાર બેસવાની ફરજ પડી છે.
યશ ઠાકુરની શાનદાર કારકિર્દી
વિદર્ભના 27 વર્ષીય ઝડપી બોલર યશ ઠાકુરે જુલાઈમાં ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે પ્રવાસ દરમિયાન 2 મેચ રમીને 4 વિકેટ ઝડપી હતી.સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ યશ ઠાકુરનો અનુભવ સારો રહ્યો છે. તે અત્યાર સુધી 50 મેચ રમી ચૂક્યા છે, જેમાં 7.04ના ઈકોનોમી રેટ સાથે કુલ 81 વિકેટ પોતાના નામે કરી છે. IPLમાં પણ તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.
જાપાન સામે આઆ જ ટીમ રમશે!
BCCI એ 22 સપ્ટેમ્બરે જાપાન સામે રમાનારી મેચ માટે સત્તાવાર ટીમની સ્પષ્ટતા કરી નથી, પરંતુ એવા અહેવાલો મળી રહ્યા છે કે એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમ જ જાપાન સામેના આ એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મેદાન પર ઉતરશે.
અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે ભારતની અપડેટ કરાયેલી ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અરવિંદ સિંહ, બીએસપી, અર્શદિપ સિંહ અને યશ ઠાકુર
એશિયન ગેમ્સ 2026 માટે ભારતની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત સુર્ય, અર્શદિપ સિંહ અને યશ ઠાકુર
