Ahmedabad રામોલ પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલ ભાંગ્યું, રૂ.25.30 લાખના MD ડ્રગ્સ સાથે ઉજ્જૈનનો સપ્લાયર ઝબ્બે

📅 Published: September 10, 2026 | 📂 Category: Crime

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે ઉજ્જૈનના સપ્લાયર રિઝવાન મન્સૂરીને રૂ. 25.30 લાખની કિંમતના 843 ગ્રામ એમડી (MD) ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધો હતો. ઈન્દોરથી ખાનગી બસ મારફતે અમદાવાદ આવેલા આ ખેપિયાને રામોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

6 હજાર રૂપિયા અને નશાની લતમાં વટવાના રિયાઝને આપવાનો હતો જથ્થો

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૂળ ગેરેજમાં કામ કરતો રિઝવાન માત્ર 6,000 રૂપિયાનું કમિશન અને પોતાના નશાની લત સંતોષવા માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આ અગાઉ પણ તે 900 ગ્રામ ડ્રગ્સ અમદાવાદમાં ઘુસાડી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. આ વખતે ઈન્દોરથી લાવવામાં આવેલો આ મોટો જથ્થો વટવાના પેડલર રિયાઝ અલીને પહોંચાડવાનો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

સિમકાર્ડ વગર ‘જાંગી’ એપથી ચાલતું ડ્રગ્સ નેટવર્ક, પોલીસ તપાસ તેજ

આ રેકેટની સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ડ્રગ્સ પેડલર્સ પકડાવાના ડરથી કોઈ સિમકાર્ડનો ઉપયોગ કરતા નહોતા. તેના બદલે તેઓ ‘જાંગી’ (Zangi) નામની એપ્લિકેશન પર ઓનલાઈન આઈડી બનાવીને ડ્રગ્સનું આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. પોલીસે હાલમાં ડિજિટલ ડેટા મેળવીને આ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય ફરાર આરોપીઓ અને મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Dahodમાં સોલાર પેનલના નામે રૂ.19.94 લાખની ઓનલાઈન ઠગાઈ, સાયબર પોલીસે ફરીદાબાદથી આરોપીને દબોચ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *