પંચમહાલમાં 'રાષ્ટ્રીય પોષણ માસ' ઉજવણીનો પ્રારંભ:'આપણી આંગણવાડી, આપણી જવાબદારી' થીમ પર આયોજનચ;પોષણ અભિયાનને જન આંદોલન બનાવવા DDOનું આહ્વાન

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લામાં ‘મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ હેઠળ 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના સુચારુ અને સફળ આયોજન અર્થે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ICDS શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ થીમ પર ભાર
આ સમીક્ષા બેઠકમાં આ વર્ષની મુખ્ય થીમ ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોષણ અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ બનીને ન રહેતાં સમગ્ર સમાજનું એક મોટું જન આંદોલન બને તે દિશામાં પ્રયાસો કરવા પડશે. તે માટે તમામ સંબંધિત વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામ કરવા જણાવાયું હતું. ગ્રામ્યથી તાલુકા કક્ષા સુધી યોજાશે વિવિધ પ્રવૃત્તિઓ
સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ 6 વર્ષ સુધીના બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવવાના આશયથી ગ્રામ્ય વિસ્તારથી લઈને તાલુકા કક્ષા સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન પોષણ વિશે જાગૃતિ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરી
આ બેઠકમાં ICDSના પ્રોગ્રામ ઓફિસર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ તમામ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીઓ (CDPO) સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *