Duleep Trophy 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, 65 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

📅 Published: September 10, 2026 | 📂 Category: cricket

દુલીપ ટ્રોફી 2026નો ખિતાબ ઈશાન કિશનના નેતૃત્વ હેઠળ ઈસ્ટ ઝોને પોતાના નામે કરી લીધો છે. ટીમને આ ટ્રોફી જીતવા માટે 13 વર્ષ સુધી લાંબી રાહ જોવી પડી હતી. આ ઐતિહાસિક ફાઈનલ મેચમાં ઈશાન કિશને કરેલી તોફાની બેટિંગે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેણે પ્રથમ દાવમાં 30 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 270 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જ્યારે બીજા દાવમાં પણ 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે મહત્વપૂર્ણ 80 રન ફટકાર્યા હતા. આ બંને દાવના જોરે ઈશાને 65 વર્ષ જૂનો ઇતિહાસ બદલી નાખીને દુલીપ ટ્રોફી મેચમાં સૌથી વધુ રન બનાવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ઈશાન કિશને બનાવ્યો અનોખો રેકોર્ડ 

આ મેચ ઈશાન કિશને કુલ 350 રન બનાવ્યા હતા, તેની સાથે જ તે દુલીપ ટ્રોફીમાં એક જ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સન 1961માં શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના 65 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખેલાડીએ એક મેચમાં 350 રનનો જંગી આંકડો પાર કર્યો છે. કેપ્ટન તરીકેની આ મેચ-વિનિંગ ઇનિંગ્સે ટીમને ચેમ્પિયન બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના પરિણામે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

કેપ્ટન ઈશાનના સહારે ટીમે 708 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો

ફાઇનલ મેચમાં ઈસ્ટ ઝોને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન ઈશાનના 270 રનના યોગદાનના સહારે ટીમે પ્રથમ દાવમાં 708 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો. આટલો વિશાળ સ્કોર બન્યા બાદ જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મેચનું પરિણામ સંપૂર્ણપણે ઈસ્ટ ઝોનની તરફેણમાં જવાનું છે.

સતત શાનદાર કેપ્ટનશિપ  

હાલના સમયમાં ઇશાન કિશનની શાનદાર કેપ્ટનશિપ જોવા મળી છે. અગાઉ તેની કેપ્ટનશિપ હેઠળ જ ઝારખંડે 2025ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જે રીતે દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઈશાને બેટિંગના દમ પર ‘પ્લેયર ઓફ ધ મેચ’ મેળવ્યો, તે જ રીતે સૈયદ મુશ્તાક અલી ફાઇનલમાં પણ તેણે 49 બોલમાં 101 રનની તોફાની સદી ફટકારીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે, ઈશાન ઝારખંડને સૌપ્રથમ વખત સ્થાનિક T20 ટ્રોફી અપાવનારો પ્રથમ કેપ્ટન પણ બન્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *