Dabhoi: ઇદના જુલૂસમાં નિયમભંગ બદલ ચાર ડીજે સંચાલક પર તવાઇ

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

ડભોઇ શહેરમાં ગત 26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા કેટલાક ડી.જે. એ સૂર રેલાવ્યા હતા. જેની સામે ડભોઇ પોલીસે વાતાવરણ પ્રદુષિત કરવાની કલમોથી ફરિયાદ નોંધીને ડી.જે જપ્ત કરવામાં આવતા નાનકડા શહેરમાં ચકચાર મચી છે.

ડભોઇ ખાતે ઈદેમિલાદના જુલૂસમા વૈભવ ડી.જે. સાઉન્ડના ઓપરેટર અજય અરવિંદ ઓડ (રે. બોડેલી), પાટીલ ડી.જે. સાઉન્ડના ઓપરેટર હિમાંશુ યોગેશ પવાર (રે.તરસાલી વડોદરા), સ્નાઈપર ડી.જે. સાઉન્ડના ઓપરેટર મિત અશોક માછી (રે. નવા માંડવા ચાંદોદ) અને જે.આર.ડી. કિંગ ડી.જે. સાઉન્ડના ઓપરેટર સાહિલ સુરેશ બારીયા (નારણપુરા તા.ડભોઇ)એ ગત તા.26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા ડી.જે. વગાડયું હતું. જેમાં ના. કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી હતી. છતાં ડી.જે. સિસ્ટમના સંચાલકો દ્વારા પોતાની અને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમ મા મૂકાય તેમ ડી.જે.સિસ્ટમ ઉપર કેટલાક વ્યક્તિને બેસાડયાં હતા. અને પોતાના વાહનોને મોડીફાઈડ કરી વધારે પડતી સિસ્ટમ ગોઠવી નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો અને ગુજરાત પોલ્યુશન બોર્ડ પર્યાવરણ 51252 14-5-2010થી ધોંધાટ ઉત્પન્ન કરતાં અને નિપજાવતા સ્ત્રોતના નિયંત્રણ અને નિયમન માટે અને ભારત સરકારના વન પર્યાવરણ અધિનિયમ 1986ની કલમ 6 તથા 25 હેઠળ ધ્વનિ પ્રદુષણ 2000નું 14 ફેબ્રુઆરી 2000નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં 1-1-2010ના સુધારા મુજબ સાઉન્ડ લીમીટર સિસ્ટમ વગર ડી.જે સિસ્ટમ વગાડવી અને ટ્રાફ્કિ અડચણ અને આજુબાજુ રહેતા લોકોને ત્રાસદાયક કૃત્ય કરી જિલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અને ગુજરાત પોલીસ એકટ કલમ 33 (1) , 37 (1) (એફ્) અન્વયે બહાર પાડેલ જાહેરનામા મુજબ 281, 292, 223 અને 184,194 A મુજબ ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *